RICHEST TEMPLE OF INDIA: આ છે ભારતના સૌથી ધનિક મંદિર, કરોડો રૂપિયાનું કરવામાં આવે છે દાન
નવી દિલ્લીઃ ભારતમાં હિન્દુ ધર્મની આસ્થા મંદિરો સાથે અતૂટ જોડાયેલી છે. ભકતો પોતાની શ્રદ્ધાથી મંદિરોમાં સોના-ચાંદી સહિત લાખો રૂપિયાનું દાન કરતા હોય છે. ભકતો તેમની શ્રદ્ધા દર્શાવવા કઈ પણ કરી છૂટતા હોય છે. અહીં વાત એવા મંદિરોની જ્યા ભકતો પુષ્કળ દાન કરતા હોય છે. જાણો આ 5 મંદિરોની સંપતિ વિશે.
પદ્મનાભસ્વામી મંદિર
કેરળના તિરુવન્તપુરમ શહેરમાં પદ્મનાભસ્વામી મંદિર ભારતનું સૌથી ધનિક મંદિર છે. દ્રવીડ શૈલીમાં બનનાર પ્રાચીન મંદિરની સારસંભાળ ત્રાવણકોરનો પૂર્વ શાહી પરિવાર કરે છે. જાણકારી મુજબ, મંદિરની છ તિજોરીઓમાં ફુલ 20 અરબ ડોલરની સંપતિ છે. આટલું જ નહીં, મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ સોનાની મૂર્તિ બિરાજમાન છે, અહીં હજારો ભક્તો દર્શન માટે દૂર દૂરથી આવતા હોય છે. મૂર્તિની અંદાજિત કિંમત 500 કરોડ રૂપિયા છે.
Most Expensive Homes: મહેલથી ઓછા નથી ભારતના આ સૌથી માોંઘા અને આલીશાન ઘર, જુઓ Photos
તિરૂપતિ બાલાજી મંદિર
આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં 7 પહાડોથી બનેલા તિરૂપતિ બાલાજી મંદિર આજે સૌથી પ્રતિષ્ઠિત અને ધનિક મંદિરોમાં સામેલ થાય છે. વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ સમાન આ મંદિર સમુદ્રતટથી 2,800 ફિટની ઊંચાઈ પર છે. આ મંદિરને તમિલ રાજા થોડઈમાનેએ બનાવ્યું છે. કોરોના મહામારી પહેલા આ મંદિરમાં દરરોજ 60 હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હતા. એમ કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર બિરાજમાન છે. જે વિષ્ણુના અવતાર છે. અંદાજે મંદિરની ફુલ સંપતિ 50 હજાર કરોડ રૂપિયા છે.
Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય
સાઈબાબા મંદિર
મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલ શિરડી સાઈ બાબા મંદિરની ખ્યાતિ દેશવિદેશમાં છે. દર વર્ષે લાખો દર્શનાર્થીઓ દેશ-વિદેશથી સાઈબાબાના દર્શન માટે આવતા હોય છે. શિરડી સાઈ સંસ્થાનના રિપોર્ટ મુજબ 480 કરોડ રૂપિયા દર વર્ષે દાન પેટે મંદિરને મળતા હોય છે. કહેવાય છે કે મંદિર પાસે અંદાજે 32 કરોડ રૂપિયાના ચાંદીના ઘરેણા છે અને 6 લાખની કિંમતના ચાંદીના સિક્કા છે. દર વર્ષે અંદાજે 350 કરોડ રૂપિયાનું દાન આવે છે.
ખતરનાક દેખાવા કઈ રીતે પોતાનો લુક ડરાવનો બનાવતા હતા અમરીશ પુરી? જુઓ સૌથી ડેન્ઝર લુકની તસવીરો ------------------------ આ છે દુનિયાની સૌથી સુંદર Racing Car, જુઓ તેની સુંદર ડિઝાઈન અને ફીચર્સ
વૈષ્ણોદેવી મંદિર
હિન્દુ ધર્મમાં વૈષ્ણોદેવી મંદિર પ્રત્યે ધાર્મિક આસ્થા જોડાયેલી છે. આ મંદિર ત્રિકુટા પર્વત પર કટરામાં 1700 મીટરની ઉંચાઈએ આવેલું છે. દુનિયાભરથી દર વર્ષે લાખો ભકતો માતાના દર્શન માટે આવતા હોય છે. એક વેબસાઈટ અનુસાર 500 કરોડ રૂપિયા દર વર્ષે ભકતો તરફથી દાન મળતા હોય છે.
દાડમના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અવ્વલ, ખેતીમાં તમે પણ આ ટેકનીક અપનાવીને બનો માલામાલ!
સિદ્ધિવિનાયક મંદિર
ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ભગવાન ગણેશનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. સિદ્ધિવિનાયક મંદિરનો મહિમા દેશ વિદેશમાં ફેલાયેલો છે. જે મંદિરની સૂંઢ ડાબી તરફ હોય તે સિદ્ધપીઠથી જોડાયેલી હોય છે. આ મંદિરોને સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. કહેવાય છે કે સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની માનતા પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે મોટા-મોટા નેતા, અભિનેતાઓ અને ટેલિવિઝન કલાકારોથી લઈ સામાન્ય નાગરિકો દર્શન કરવા અને માનતા પૂર્ણ કરવા આવતા હોય છે. રિપોર્ટ્સ અનુસાર દર વર્ષે મંદિરને દાનમાં અંદાજે 75 થી 125 કરોડ રૂપિયા મળે છે. સિદ્ધિવિનાયક મંદિરને 3.7 કિલોગ્રામ સોનાથી મઢાવવામાં આવ્યું છે. કોલકત્તાના વેપારીએ દાન કર્યુ છે.
(આ આર્ટિકલમાં અપાયેલી માહિતી કેટલીક સામાન્ય જાણકારી અને માન્યતાના આધારે લખવામાં આવી છે. ZEE 24 કલાક માહિતીનું પૃષ્ટિ નથી કરતું)
Taarak Mehta ના જેઠાલાલને મળી 'કશ્મીરી બીબી', તેના હુસ્ન સામે નથી બબીતાનો પણ કોઈ ક્લાસ!
Trending Photos