સાળંગપુરમાં દાદાને ધરાવાયું 51 ધાન્યના રોટલા અને 30 પ્રકારના શાકનું ભોજન
રઘુવીર મકવાણા/બોટાદ :સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમ વાર દાદાને રોટલાના થાળ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક સાથેનો થાળ હનુમાનજી દાદાને ધરવામાં આવ્યો છે.
બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર આવેલું છે. શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જ્યાં સાળંગપુર મંદિર રોજના ખૂબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોય છે. તેમજ હનુમાનજી મંદિરે અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.
હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો છે. જેમાં મંદિર દ્વારા અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે.
ત્યારે આજે હનુમાનજી દાદાને ખાસ શણગાર કરવામાં આવ્યો છે. સૌપ્રથમ વખત પવિત્ર ધનુર માસમાં ભવ્ય અને દિવ્ય વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક દાદાને ધરાવવામાં આવ્યા હતા. સાથે જ પાપડ, છાશ, સલાડ સહિત સાથેનો થાળ હનુમાનજી દાદા ધરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગામડાની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આ પ્રકારનું આયોજન મંદિર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આજે લાખો હરિભક્તોએ રોટલાના થાળ ઉત્સવ સાથે દાદાના દર્શન કર્યા હતા.
Trending Photos