યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનના લોકોની મદદ માટે આગળ આવ્યા કૃષ્ણ ભક્તો, કરી રહ્યા છે આવું ઉમદા કામ

યુક્રેન પર રશિયાના હુમલાને કારણે ત્યાં તબાહીની સ્થિતિ છે. ચારેબાજુ બોમ્બ વરસી રહ્યા છે, બિલ્ડીંગો ધરાશાયી થઈ ગઈ છે. દેશમાં અનાજની અછત શરૂ થઈ ગઈ છે. આ મોટા સંકટમાં ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો યુક્રેનના લોકો માટે તારણહાર બનીને પ્રગટ થયા છે. 

ઇસ્કોન મંદિરોમાં શરૂ કરવામાં આવ્યા લંગર

1/5
image

ઈસ્કોનના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે ટ્વીટ કર્યું કે રશિયા, યુક્રેન, પોલેન્ડ, હંગેરી સહિત આસપાસના દેશોમાં ઈસ્કોનના ઘણા મંદિરો છે. યુક્રેનના લોકોની મદદ કરવા માટે, ઇસ્કોને તેના તમામ મંદિરોમાં નિશુલ્ક ખોરાક, પાણી અને શરણ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે. એકલા યુક્રેનમાં ઇસ્કોનના 54 મંદિરો છે. આવી સ્થિતિમાં ભૂખ અને તરસથી પરેશાન લોકોને મંદિરોના લોકેશન મોકલીને મદદ લેવાની સલાહ આપવામાં આવી રહી છે.

યુક્રેનિયન લોકોને આપી રહ્યા હતા ભોજન-પાણી

2/5
image

રાધારમણ દાસે કહ્યું કે યુક્રેનથી ભાગીને હંગેરી પહોંચેલા હજારો લોકોને આશ્રય આપવા માટે લંગર શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં તબાહીથી ભાગી રહેલા લોકોને સંપૂર્ણ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. તેમને ભોજન અને પાણીની સાથે રહેવા માટે જગ્યા પણ આપવામાં આવી રહી છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસ પણ ઇસ્કોનના આ ઉમદા હેતુમાં મદદ કરી રહ્યું છે.

લોકોની સેવા કરી રહ્યા છે યુક્રેનમાં બનેલા ઈસ્કોન મંદિર

3/5
image

ઈસ્કોને ટ્વીટ કરીને કહ્યું, 'જ્યારે જીવનમાં તમને લીંબુ મળે તો તેની ખટાશથી ગભરાવાને બદલે તેમાંથી લીંબુનું શરબત બનાવો. સનાતન ધર્મે કિવમાં આ ઇસ્કોન ભક્તોને આ જ શીખવ્યું છે. તેઓ જે પણ શીખ્યા છે તે આ મુશ્કેલ સમયમાં લાગુ કરી રહ્યા છે. સમગ્ર યુક્રેનમાં અમારા ઇસ્કોન મંદિરો જરૂરિયાતમંદોની સેવા માટે તૈયાર છે. અમારા મંદિરોમાં આપનું સ્વાગત છે.

ચેચન્યા યુદ્ધમાં પીડિતોને આપ્યું મફત ભોજન

4/5
image

ઈસ્કોને કહ્યું, 'ચેચન્યા યુદ્ધ (1995) દરમિયાન પણ ઈસ્કોનના ભક્તોએ પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની સેવા કરી હતી. સેવા કરતી વખતે અમારા એક ભક્તનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. ભક્તોએ 850,000 રશિયનો, ચેચેન્સ, જ્યોર્જિયનો, આર્મેનિયનો અને યુદ્ધ પીડિતોને મફત ખોરાક આપવામાં મદદ કરી હતી. 

સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે પ્રશંસા

5/5
image

ઈસ્કોનની આ પહેલની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે કહ્યું કે સનાતન ધર્મ કોઈ નવું કામ નથી કરી રહ્યો. તેમણે હંમેશા જરૂરિયાતમંદોની સેવાને પોતાનો ધર્મ ગણ્યો છે. જ્યાં પણ કટોકટી આવી ત્યાં ભારત અને ભારતના લોકોએ આ ધર્મને અનુસરીને મદદનો હાથ લંબાવ્યો છે.

(તમામ તસવીરો રાધા રમણદાસના ટ્વિટર હેન્ડલ પરથી સાભાર)