દેશની સૌથી મોટી બેન્કમાં નોકરીની મોટી તક! આ પદો પર 10000 લોકોની કરાશે ભરતી

SBI Recruitment: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં સામાન્ય બેંકિંગ જરૂરિયાતો અને તકનીકી ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે 10 હજાર નવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 

1/5
image

SBIના ચેરમેન સીએસ શેટ્ટીએ આ જાણકારી આપી છે. ભરતી માટેની આગામી સૂચના ટૂંક સમયમાં જ પ્રસારિત કરવામાં આવશે, જે પછી રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નિયત તારીખો પર ભરતી માટે ફોર્મ ભરી શકશે.

2/5
image

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં 10,000 નવા કર્મચારીઓની ભરતી કરશે. બેંક આ નવી ભરતી સામાન્ય બેંકિંગ જરૂરિયાતોને પહોંચી વળવા અને તેની તકનીકી ક્ષમતાને વધારવા માટે કરશે. બેંકે સીમલેસ ગ્રાહક સેવા પ્રદાન કરવા તેમજ તેની ડિજિટલ ચેનલને મજબૂત કરવા ટેકનોલોજીમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.

એસબીઆઈ ચેરમેન સીએસ શેટ્ટીએ આપી જાણકારી

3/5
image

એસબીઆઈ ચેરરમેન સીએસ શેટ્ટીએ જણાવ્યું છે કે, અમે પોતાના કાર્યબળને પ્રૌદ્યોગિકી પક્ષની સાથે સાથે સામાન્ય બેકિંગ પક્ષ પર મજબૂત કરી રહ્યા છીએ. અમે હાલમાં પ્રવેશ સ્તર અને થોડા ઉચ્ચસ્તર પર લગભગ 1,500 પ્રૌદ્યોગિકી લોકોની ભરતીની જાહેરાત કરી છે. 

4/5
image

તેમણે જણાવ્યું હતું કે, પ્રૌદ્યોગિકી ભરતી ડેટા વૈજ્ઞાનિકો, ડેટા આર્કિટેક્ટ્સ, નેટવર્ક સંચાલકો વગેરે જેવી વિશેષ નોકરીઓ પણ છે. અમે તેણે પ્રૌદ્યોગિકી પક્ષમાં વિભિન્ન પ્રકારની નોકરીઓ માટે ભરતી કરી રહ્યા છે. એટલા માટે કુલ મિલાવીને અમારી વર્તમાન વર્ષની આવશ્યતા લગભગ 8,000થી 10,000 લોકોની હશે.

5/5
image

લોકોને વિશેષ અને સામાન્ય બન્ને પક્ષોમાં જોડવામાં આવશે. માર્ચ 2024 સુધી બેંકના કુલ કર્મચારીઓની સંખ્યા 2,32,296 હતી. તેમાંથી ગત નાણાંકીય વર્ષના અંતમાં 1,10,116 અધિકારી બેંકમાં કાર્યરત હતા. માર્ચ 2024 સુધી એસબીઆઈની પાસે દેશભરમાં 22,542 શાખાઓનું નેટવર્ક છે.