આ કલાકારોનું બેંક બેલેન્સ કુબેરના ખજાનાથી ઓછું નથી, બેઠા-બેઠા ખાઈ શકે છે આવનારી પેઢીઓ
Bollywood Richest Actors: બોલીવુડમાં વર્ષોથી રાજ કરી રહેલા ઘણા એક્ટર્સ છે, જેણે પોતાની મહેનત અને ભાગ્યની મદદથી એટલી કમાણી કરી છે કે તેની આવનારી ઘણી પેઢીઓએ કામ કરવાની જરૂર નથી.
સૌથી ધનીક છે શાહરૂખ ખાન
Shahrukh Khan: આ લિસ્ટમાં શાહરૂખ ખાનનું નામ સૌથી ઉપર આવશે. બોલીવુડના સૌથી ધનવાન એક્ટર છે શાહરૂખ ખાન. માત્ર બોલીવુડ જ નહીં પરંતુ દુનિયાના સૌથી ધનીક એક્ટરોના લિસ્ટમાં તેનું નામ છે. શાહરૂખ ખાન ફિલ્મ અને બિઝનેસથી મોટી કમાણી કરે છે.
સલમાન પણ છે કરોડોનો માલિક
Salman Khan: સલમાન ખાન છેલ્લા 30 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે. ફિલ્મ સિવાય બિઝનેસ દ્વારા પણ તેણે મોટી સંપત્તિ બનાવી લીધી છે. ખાસ વાત છે કે સલમાને લગ્ન કર્યા નથી, તેવામાં તેની આ મોટી સંપત્તિનું વારસદાર કોણ હશે તે જાણવાની બધાને ઉત્સુકતા છે.
આમિરની સંપત્તિ જાણી ચોકી જશો તમે
Aamir Khan: આમિર ખાન પણ કોઈથી કમ નથી. તેની નેટવર્થ તમારા હોશ ઉડાવી શકે છે. છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમય ઈન્ડસ્ટ્રીમાં પસાર કરી ચુકેલા આમિર પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
એક્ટિંગ અને બિઝનેસમાં મેળવી સિદ્ધિ
Akshay Kumar: અક્ષય કુમાર સૌથી વધુ ફિલ્મો કરે છે અને તે મોટી ફી લે છે. આ સિવાય તેના બિઝનેસ છે, જેમાંથી તેને કરોડોની કમાણી થાય છે. આજે ખેલાડી બોલીવુડના ધનવાન એક્ટર્સમાંથી એક છે.
બચ્ચન પરિવારની પુત્રવધૂ
Aishwarya Rai: બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય પણ કમાણીના મામલામાં બધાથી આગળ છે. માત્ર એક્ટિંગ જ નહીં પરંતુ એશ્વર્યા ઘણી ઈન્ટરનેશનલ બ્રાન્ડનો મોટો ચહેરો છે. આ સિવાય તે ઘણા ગ્લોબલ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે. એશ્વર્યા ફિલ્મો ન પણ કરે પણ તેની કમાણી વર્ષે કરોડોમાં છે.
Trending Photos