દિવાળી બાદ શનિ ચાલશે સીધી ચાલ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગ
Shani Margi 2024: જ્યોતિષ અનુસાર શનિ દેવ કુંભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે.
શનિ માર્ગી 2024
વૈદિક જ્યોતિષ પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરી વક્રી અને માર્ગી થાય છે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કર્મફળ દાતા અને ન્યાય પ્રદાતા શનિ દેવ જૂન મહિનામાં વક્રી થયા છે અને દિવાળી બાદ માર્ગી થવાના છે. જેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. તો 3 રાશિઓ એવી છે, જેને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આ દરમિયાન તેની મનોકામનાઓ પૂરી થઈ શકે છે. સાથે આકસ્મિક ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
મિથુન રાશિ
તમારા લોકો માટે શનિદેવનું માર્ગી થવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી નવમ ભાવ પર સીધી ચાલ ચાલવાના છે. તેથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે જીવનના દરેક ક્ષેત્રમાં શુભ પરિણામ મળશે અને આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. સાથે તમે કામ-કારોબારના સંબંધમાં યાત્રાઓ કરી શકો છો. આ સમયે પરિવાર સાથે તમારો સંબંધ સારો રહેશે અને વાહન તથા પ્રોપર્ટી ખરીદવાનો યોગ બની રહ્યો છે. તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યમાં સામેલ થઈ શકો છો. સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
શનિ દેવનું માર્ગી થવું વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ચોથા ભાવ પર સીધી ચાલ ચાલવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. સાથે પરિવારના લોકો સાથે સંબંધ સારા રહેશે. તમે આ દરમિયાન વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. તો શનિ દેવની દ્રષ્ટિ તમારી ગોચર કુંડળીના દશમ સ્થાન પર પડી રહી છે. તેથી આ સમયે નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓને પણ સારો લાભ થઈ શકે છે.
મકર રાશિ
તમારા લોકો માટે શનિ દેવની સીધી ચાલ શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ એક તો તમારી રાશિના સ્વામી છે. સાથે શનિ દેવ તમારી ગોચર કુંડળીના ધન ભાવ પર માર્ગી થવા જઈ રહ્યાં છે. આ સમયે સામાજિક અને ધાર્મિક કાર્યો કરવાથી સમાજમાં તમારૂ સન્માન વધશે અને નાણા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વેપારીઓના અટવાયેલા નાણા પરત મળી શકે છે. સાથે તમારા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. તો તમારા કમ્યુનિકેશનમાં સુધાર આવશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. સારા આઇડિયા સાથે વેપારને સંભાળવામાં સક્ષમ થશો.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos