Navratri 2023: નવરાત્રિ પર બની રહ્યા છે 3 અદભૂત યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, છપ્પરફાડ ધનલાભ થશે

Shardiya Navratri 2023:  આ વખતે શારદા નવરાત્રિની શરૂઆત 15 ઓક્ટોબરના રોજ રવિવારથી થઈ રહી છે. આવામાં નવરાત્રિ દરમિયાન કેટલાક એવા અદભૂત સંયોગ બની રહ્યા છે જેની સીધી અસર પાંચ રાશિવાળા પર પડશે. જાણો આ લકી રાશિઓ વિશે જેમના પર માતા દુર્ગા અને માતા લક્ષ્મીની એકસાથે કૃપા થવાની છે. 

નવરાત્રિ પર બની રહ્યો છે શુભ સંયોગ

1/7
image

આ વખતે નવરાત્રિમાં 30 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. વાત જાણે એમ છે કે આ વખતે દુર્ગા પૂજાની શરૂઆત બુધાદિત્ય યોગ, શશયોગ અને ભદ્ર રાજયોગમાં થશે. આ સાથે જ તેની સીધી અસર 5 રાશિઓ પર પડશે જે ખુબ લાભ મેળવશે. આ રાશિઓના જાતકો પર માતા દુર્ગાની વિશેષ કૃપા રહેશે. જેના કરાણે કરિયરમાં પ્રગતિ અને ધન ઐશ્વર્યના ધની થશે. 

મેષ રાશિ

2/7
image

બુધાદિત્ય યોગની મેષ રાશિના જાતકો પર અસર પડશે. આ રાશિના લોકોને વાહન અને મકાન લેવાનું સુખ મળી શકે છે. આ સાથેજ કાર્યક્ષેત્રમાં વ્યસ્ત વ્યક્તિને પ્રમોશન મળી શકે છે. વેપાર કરી રહેલા લોકોને ધનલાભ થઈ શકે છે. પરિજનોનો ભરપૂર સહયોગ મળશે. 

વૃષભ રાશિ

3/7
image

વૃષભ રાશિના લોકોને અટકેલું ધન પાછું મળશે. કાર્યક્ષેત્રમાં વ્યક્તિને સફળતા મળવાની છે. જેની લોકો પ્રશંસા કરશે. જો જાતકોના સંતાોની કરિયરની વાત કરીએ તો તેમને પણ શુભ સમાચાર મળી શકે છે. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. 

કર્ક રાશિ

4/7
image

આ રાશિના લોકોની આ મહિને આર્થિક સ્થિતિ સુધરશે. મિત્રોની મદદથી વ્યક્તિનું કોઈ અટકેલું કામ જલદી પૂરું થઈ શકે છે. આ સાથે જ સમાજમાં તમારું માન સન્માન વધશે. વિદેશ પ્રવાસ માટે જો કોઈ વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યા હોય તો તેમને સફળતા મળી શકે છે. 

તુલા રાશિ

5/7
image

તુલા રાશિના લોકો આ મહિને માલામાલ થઈ શકે છે. આ લોકો માટે સફળતાનો શુભ સંયોગ બની રહ્યો છે. આ સાથે જ કોઈ વ્યક્તિ નવરાત્રિ દરમિયાન વ્રત રાખે તો તેને ઈચ્છિત ફળ મળી શકે છે. બીમાર લોકોના સ્વાસ્થયમાં સુધારો આવી શકે છે. પૈતૃક સંપત્તિનો વિવાદ ખતમ થઈ શકે છે. 

મકર રાશિ

6/7
image

મકર રાશિના લોકોને નવરાત્રિ દરમિયાન કોઈ શુભ સમાચાર મળી શકે છે. લોખંડના વેપારીઓને નફો થઈ શકે છે. આ સાથે જ ભૌતિક સુખ સુવિધાઓ મળી શકે છે. નોકરીયાતોને નવરાત્રિ દરમિયાન પ્રમોશન મળી શકે છે. 

7/7
image

Trending Photos