Photo: શિલ્પા શેટ્ટીને આ વિચિત્ર ડ્રેસના કારણે લોકોએ કહી ઉર્ફીની બહેન, શિલ્પા શેટ્ટીનું સ્કર્ટ જોઈ તમારું મગજ પણ હલી જાશે

Shilpa Shetty Viral Photos: શિલ્પા શેટ્ટી પોતાની ફિલ્મો અને વેબ સીરીઝ ઉપરાંત તેના ફિગર અને ફિટનેસના કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે. શિલ્પા શેટ્ટીના નવા નવા લૂક સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતા હોય છે. 

1/5
image

પરંતુ આ વખતે શિલ્પા શેટ્ટી માટે તેનો નવો લુક માથાનો દુખાવો બની ગયો છે. કારણ કે શિલ્પા શેટ્ટીને તેના એક ડ્રેસના કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે. ટ્રોલ કરવાની સાથે લોકો તેને ઉર્ફી જાવેદની બહેન કહેવા લાગ્યા છે. તો તમે પણ જાણી લો શું છે શિલ્પા શેટ્ટીના લુકમાં થયેલી ગડબડ.

2/5
image

તાજેતરમાં જ એક એવોર્ડ શોમાં શિલ્પા શેટ્ટી પહોંચી હતી. શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર તેના માટેના લૂક ના ફોટો પણ શેર કર્યા છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં શિલ્પા શેટ્ટી અલગ જ લુક માં જોવા મળે છે.

3/5
image

શિલ્પા શેટ્ટીનું ટોન્ડ ફિગર તો આ ડ્રેસમાં ખૂબ સારી રીતે દેખાય છે. પરંતુ કમરથી નીચેનો ડ્રેસ લોકોને થોડો વિચિત્ર લાગ્યો અને સાથે જ શિલ્પા શેટ્ટીની ટ્રોલિંગ શરૂ થઈ ગઈ. શિલ્પા શેટ્ટીના ડ્રેસ પર કમરના ભાગે પ્લાસ્ટિક કે રબર જેવી કોઈ વસ્તુ લગાડેલી હતી જેના કારણે લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. 

4/5
image

શિલ્પા શેટ્ટીના આ ડ્રેસના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સાથે જ લોકો તેના પર અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો આ ડ્રેસના કારણે શિલ્પા શેટ્ટીની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવા લાગ્યા છે.

5/5
image

કેટલાક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, લાગે છે કે શિલ્પા શેટ્ટીએ આ ડ્રેસની પ્રેરણા ઉર્ફી જાવેદ પાસેથી લીધી છે... તો અન્ય એક યુઝરે લખ્યું છે કે રાજ કુન્દ્રાના ફેશ માસ્ક થી શિલ્પા શેટ્ટી એડ્રેસ બનાવી લીધો છે...