લગ્ન અને પછી સુહાગરાત...સંબંધોની ધૂળધાણી, પત્ની સાથે કરી નાખ્યો હચમચાવી નાખતો કાંડ

નીના જૈન/ સહારનપુર: યુપીના સહારનપુરથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જાણીને તમે હચમચી જશો. અહીં ગંગોહ પોલીસથકની હદના વિસ્તારમાં એક યુવકે એવો કાંડ કર્યો કે જાણીને સંબંધો પર વિશ્વાસ ઉઠી જાય. યુવક પર દહેજમાં 25 લાખ રૂપિયા કેશ અને કાર ન મળતા પત્નીને એચઆઈવી સંક્રમિત ઈન્જેક્શન લગાવવાનો આરોપ લાગ્યો છે. પીડિતાની ફરિયાદ બાદ સહારનપુર પોલીસે આરોપી પતિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. 

શું છે મામલો

1/3
image

વાત જાણે એમ છે કે સહારનપુરના ગંગોહ પોલીસ મથક હદમાં આ ઘટના ઘટી છે. પીડિતાના પિતાએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2023માં તેમણે તેમની પુત્રીના લગ્ન જસવાવાલા પીરાન કલિયર (હરિદ્વાર)ના રહીશ યુવક સાથે કરી હતી. આરોપ છે કે લગ્નમાં કાર અને 15 લાખ રૂપિયા કેશ આપ્યા હતા. તેનાથી નાખુશ સાસરીયા પક્ષે લગ્ન બાદ સ્કોર્પિયો કાર અને 15 લાખની જગ્યાએ 25 લાખ રૂપિયા આપવાની માંગણી કરવા માંડી હતી. 

દહેજ ન આપતા હેરાનગતિ શરૂ કરી

2/3
image

તેમણે દહેજની આ માંગણી સંતોષવાની ના પાડી દીધી. આરોપ છે કે ગુસ્સે ભરાઈને સાસરીવાળાઓએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી. પંચાયતના દબાણમાં થોડા સમય બાદ તેને સાસરે તો મોકલી દેવાઈ પરંતુ તેની સતામણી ચાલુ રહી. આરોપ એ પણ છે કે સાસરીવાળાઓએ પીડિતાને મારી નાખવાની દાનતથી કેટલીક દવાઓ આપી. એટલું જ નહીં તેને એચઆઈવી સંક્રમિત ઈન્જેક્શન સુદ્ધા પણ લગાવી દીધુ.

પત્નીની તપાસ

3/3
image

આરોપ છે કે જમાઈ છાશવારે પરિણીતાને મારતો હતો. જ્યારે પરિજનોને આ કાવતરાની જાણ થઈ તો તેઓ તરત તેને હોસ્પિટલ લઈ ગયા અને તપાસ દરમિયાન પીડિતા એચઆઈવી સંક્રમિત નીકળી. જો કે પતિની તપાસમાં તે એચઆઈવી નેગેટિવ નીકળ્યો. પોલીસ હવે આ મામલે તપાસમાં લાગી છે.