ભગવાન કૃષ્ણના આ મંત્રોનો સાચા મનથી કરો જાપ, તમામ દુઃખો થશે દૂર
હાલ ભારત અને દુનિયા કોરોના મહામારી સામે લડી રહ્યું છે. અને આવા કપરા સમયમાં ભગવાન કૃષ્ણને યાદ કરવાથી મનમાં એક શક્તિનો અહેસાસ થાય છે. અને ભગવાન કૃષ્ણના આ મંત્રોનો જાપ કરવાથી મનમાં શાંતિ પણ બની રહેશે અને તમારા તમામ દુ:ખોનું નિવારણ પણ આવશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભગવાન વિષ્ણુના આઠમો અવતાર એટલે ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. ભારત સહિત તમામ દેશોમાં ભગવાન કૃષ્ણને પૂજવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે કોઈ પણ ભક્ત ભગવાન કૃષ્ણને સાચા મનથી યાદ કરે તો તેની તકલીફો દૂર થાય છે.
તકલીફોને દૂર કરવા માટે આ મંત્રનું ઉચ્ચારણ કરો
ઓ કૃષ્ણ દ્વારકાવાસીન કવાસી યાદવાનંદન. આપતિ: પરિભુતા માં ત્ર્યસ્વાશુ જનાર્દન.। જો જીવનમાં કોઈ મોટી દુર્ઘટના કે મુશ્કેલી આવે છે, તો ઓછામાં ઓછું 108 વાર આ મંત્રનો જાપ કરો. પરંતુ યાદ રાખો કે મંત્રનો જાપ એક નિષ્ઠાવાન મનથી અને સંપૂર્ણ નિષ્ઠા અને આદર સાથે કરવો પડશે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી શ્રી કૃષ્ણની કૃપા ચોક્કસપણે પ્રાપ્ત થાય છે.
બિમારીઓને દૂર કરવા માટે આ મંત્રનું ઉચ્ચારણ કરો
ઓમ નમો ભાગવતે તસ્મૈ કૃષ્ણાય કુંથમહેઘસે સર્વવધી વૈહ્ય પ્રભુ મામમૃત કૃધિ કૃષ્ણના મંત્રનો જાપ કરવાથી બધા જ પ્રકારના ભય, સંકટ અને બિમારીયો દૂર કરવામાં મદદ થશે. જીવનમાં આવનારી તમામ બાંધાઓને દૂર કરવામાં આ મંત્ર મદદ કરશે. આ મંત્રને 3 વાર બોલવાથી બિમારીઓ થશે દૂર
સુખ- સમૃદ્રિની માટે આ મંત્રનું ઉચ્ચારણ કરો
ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદે એવું માનવામાં આવે છે કે જે કોઈપણ ભગવાન શ્રીકૃષ્ણના આ મંત્રનો જાપ કરે છે તેને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે.
ધન પ્રાપ્તિની માટે કરો આ મંત્રનું ઉચ્ચારણ
કૃ કૃષ્ણાય નમ: ભગવાન શ્રીકૃષ્ણનો આ મૂળ મંત્ર છે અને એવું માનવામાં આવે છે કે જો આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની સંપત્તિ અટકી જાય છે, તો તે મેળવી શકે છે. તેમજ આ મંત્રનો જાપ કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીના આધારે લખવામાં આવી છે. ઝી 24 કલાક આવા કોઈ દાવાની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos