દુનિયાની સૌથી સ્ટ્રોન્ગ બીયર? માત્ર ચાર ચુસકીમાં લથડિયાં ખાઈ જશો, દારૂની બોટલ કરતાં વધુ હોય છે આલ્કોહોલ
Strongest Beer: દરેક વ્યક્તિમાં આ બીયર પીવાની હિંમત હોતી નથી, તેની થોડીક ચુસ્કીઓ પીધા પછી તમને નશો થવા લાગશે અને તમે બેહોશ પણ થઈ શકો છો.
શરાબ ઉપરાંત બીયર શોખીનોની પણ કમી નથી. લોકો બીયર પણ પીવે છે કારણ કે તેમાં વધારે આલ્કોહોલ નથી.
પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી સ્ટ્રોન્ગ બીયર કઈ છે? આ બીયરની માત્ર ચાર ચુસકી તમને નશો કરી શકે છે.
વિશ્વની સૌથી સ્ટ્રોન્ગ બીયરનું નામ સ્નેક વેનોમ છે. જે વિશ્વની સૌથી સ્ટ્રોન્ગ બીયરનું બિરુદ ધરાવે છે.
સ્નેક વેનમમાં (Snake Venom)વાઇનની બોટલ કરતાં વધુ આલ્કોહોલ હોય છે. તેમાં કુલ 67.5 ટકા આલ્કોહોલ છે. તેનો અર્થ એ કે તમે તેને મોં દ્વારા પીવાની હિંમત કરશો નહીં.
આ એક બ્રિટિશ બિયર છે, જેની એક બોટલની કિંમત લગભગ ચાર હજાર રૂપિયા છે. જો કે, દરેક જણ આ બિયર પીવાની હિંમત બતાવતા નથી.
વિશ્વભરમાં વેચાતી બીયરમાં આલ્કોહોલનું પ્રમાણ 8 ટકાથી 15 ટકાની વચ્ચે છે. ઘણા દેશોએ તેની મર્યાદા પણ નક્કી કરી છે.
Trending Photos