ઓગસ્ટ મહિનામાં બે મોટા ગ્રહની ચાલમાં ફેરફાર, શ્રાવણ મહિનામાં શરૂ થશે આ જાતકોનો ગોલ્ડન ટાઈમ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગસ્ટમાં સૂર્ય દેવ પોતાની સ્વરાશિ સિંહમાં તો બુધ ગ્રહ વક્રી થવા જઈ રહ્યાં છે. 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનો પણ શરૂ થઈ જશે. એટલે કે ઓગસ્ટ મહિનામાં બુધ અને સૂર્યની ચાલમાં ફેરફારથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળશે.

ઓગસ્ટ ગ્રહ ગોચર

1/5
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિત્ર અને શત્રુ ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરે છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં બે મિત્ર ગ્રહ બુધ અને સૂર્યની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. સાથે બુદ્ધિ અને વેપારના દાતા બુધ ગ્રહ કર્ક રાશિમાં વક્રી થવાના છે. તેવામાં આ બંને ગ્રહોની ચાલમાં ફેરફારથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકો કરિયર અને કારોબારમાં પ્રગતિ કરશે. આવો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ..

સિંહ રાશિ

2/5
image

તમારા માટે સૂર્ય દેવનું ગોચર અને બુધ ગ્રહનું વક્રી થવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથિ લગ્ન ભાવમાં સંચરણ કરવા જઈ રહ્યાં છે. સાથે બુધ તમારી રાશિથી 12માં ભાવમાં વક્રી થશે. તેથી આ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે તમારી કાર્ય કરવાની શૈલીમાં નિખાર આવશે. આ સમયે તમે નાણાની બચત કરવામાં સફળ થશો. સાથે તમારી યોજનાઓ સફળ થશે. આર્થિક રૂપથી તમે મજબૂત રહેશો. આ સમયે પરીણિત લોકોનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે. આ સમયે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 

કર્ક રાશિ

3/5
image

સૂર્ય દેવનું ગોચર અને બુધ ગ્રહનું વક્રી થવું તમારા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી ધન ભાવ પર તો બુધ ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર વક્રી થવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તો તમારી ઈચ્છાઓ પૂરી કરવા અને મોટા નિર્ણય લેવામાં તમે સફળ બનશો. સાથે આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. કરિયરમાં નવી નોકરી મળશે અને તમે સંતોષનો અનુભવ કરશો. આર્થિક રૂપથી આ સમય તમારા માટે ખાસ છે. નાણાની બચત કરવામાં ભાગ્યનો સાથ મળશે. આ સમયે આવકના નવા સ્ત્રોત બની શકે છે.

વૃશ્ચિક રાશિ

4/5
image

તમારા લોકો માટે સૂર્ય દેવનું ગોચર અને બુધ ગ્રહનું વક્રી થવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી નવ ભાવ પર તો બુધ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર વક્રી થવાના છે. તેથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થશે. કરિયરમાં સકારાત્મકતા આવશે. તમારા કામની પ્રશંસા થશે. સાથે આ સમયમાં બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.