30 વર્ષ બાદ નજીક આવશે શનિ, શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

Sun shani ans Shukra Grah Yuti: વૈદિક પંચાગ અનુસાર કુંભ રાશિમાં શુક્ર, શનિ અને સૂર્યની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

ત્રણ ગ્રહોની યુતિ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી ત્રિગ્રહી અને રાજયોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે માર્ચમાં સૂર્ય, શનિ અને શુક્ર ગ્રહનો સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સંયોગ 30 વર્ષ બાદ મીન રાશિમાં બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિના જાતકોને પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મીન રાશિ

2/5
image

તમારા લોકો માટે ત્રિગ્રહી યોગનું બનવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. સાથે વેપારમાં નવી તક અને સંભાવનાઓ લાવશે. ભાગીદારીમાં કામ કરતા લોકોને મોટા પ્રોજેક્ટ મળી શકે છે. કોઈ જૂના ગ્રાહકથી જબરદસ્ત ફાયદો મળવાની સંભાવના છે. તો પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. આ સમયે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

કર્ક રાશિ

3/5
image

ત્રિગ્રહી યોગનું બનવું તમારા માટે અનુકૂળ સાબિત થશે. કારણ કે આ યોગ તમારા ભાગ્ય સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે નોકરીમાં સકારાત્મક અસર થશે, પ્રમોશન કે નવી નોકરીનો યોગ બની રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી ઓળખ ઉભી થશે. આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમે નાણાની  બચત કરવામાં પણ સફળ રહેશો. તો યાત્રા કરવાનો યોગ પણ બની રહ્યો છે. 

ધન રાશિ

4/5
image

તમારા લોકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયક રહી શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના ચતુર્થ ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ સમયે તમારી સુખ-સુવિધામાં વધારો થશે. તમે કોઈ લક્ઝરી વસ્તુ ખરીદી શકો છો. તો પારિવારિક જીવન સુખયમ રહેશે. લાઇફ પાર્ટનર સાથે સંબંધો મજબૂત થશે. તમે કોઈ નવી પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. આ દરમિયાન તમે લોકપ્રિય થશો. સમાજમાં તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળશે. માતા સાથે તમારો સંબંધ પહેલાથી વધુ મજબૂત થશે.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.