કેપ્ટન સુનીલ છેત્રીએ કરી લીધી ફૂટબોલના સુપરસ્ટાર મેસીની બરાબરી
સુનીલ છેત્રીએ સમગ્ર ટૂર્નામેંટમાં સારું પ્રદર્શન કર્યું. તેમણે કુલ આઠ ગોલ કર્યા અને ભારતને ખિતાબ સુધી પહોંચાડ્યું.
સુનીલ છેત્રી પૂર્વ કેપ્ટન ભાઇચૂંગ ભૂટિયા બાદ 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ફક્ત બીજા ભારતીય ખેલાડી છે. મેચ બાદ સુનીલ છેત્રી સાથે જ્યારે મેસીની બરાબરી વિશે પૂછવામાં આવ્યું તો, તેમને કહ્યું કે 'મેસી અને રોનાલ્ડો સાથે મારી તુલના કરવી યોગ્ય નથી. હું તે બે ખેલાડીઓનો મોટો ફેન છું.
Sunil Chhetri
કરિશ્માઇ ખેલાડી સુનીલ છેત્રીએ ઇન્ટરકોન્ટિનેંટલ કપની ફાઇનલમાં કેન્યા વિરૂદ્ધ બે ગોલ કરી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય ટીમના કેપ્ટને આર્જેટિનાના દિગ્ગજ લિયોનેલ મેસીના 64 ગોલની બરાબરી કરી લીધી છે. સુનીલ છેત્રી અને મેસી આંતરરાષ્ટ્રીય ફૂલબોલમાં સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે સંયુક્ત રીતે બીજા સ્થાન પર છે. સુનીલ છેત્રીએ સમગ્ર ટૂર્નામેંટમાં સારું પ્રદર્શન કર્યું. તેમણે કુલ આઠ ગોલ કર્યા અને ભારતને ખિતાબ સુધી પહોંચાડ્યું.
Sunil Chhetri
સક્રિય ફૂટબોલરોમાં સૌથી વધુ ગોલ પોર્ટુગલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ નોંધાયેલું છે, જેમણે 150 મેચોમાં 81 ગોલ કર્યા છે.
Sunil Chhetri
સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીની સમગ્ર યાદીમાં આ બંને ખેલાડી જોકે 21મા સ્થાન પર છે. તેમાંથી ઉપર આઇવરી કોસ્ટના દિદિએર ડ્રોગ્બા (104 મેચમાં 65 ગોલ) છે.
Sunil Chhetri
33 વર્ષના સુનીલ છેત્રીની આ 102મી મેચ હતી અને આ મેચ પહેલાં તેમના નામે 62 આંતરરાષ્ટ્રીય ગોલ હતા. તેમણે રવિવારે રાત્રે રમાયેલી ફાઇનલની આઠમી અને પછી 29મી મિનિટમાં ગોલ કર્યા.
સુનીલ છેત્રીની પ્રતિ મેચ ગોલ કરવાની સરેરાશના મામલે મેસીથી સારી અને સક્રિય ફૂટબોલરોમાં સૌથી સારા છે. સુનીલ છેત્રી સરેરાશ 0.62 ગોલ પ્રતિ મેચ છે, જ્યારે મેસીની એવરેજ 0.52 (124 મેચોમાં 64 ગોલ)ની છે. રોનાલ્ડોની સરેરાશ પ્રતિ મેચ 0.54 ગોલની છે.
Sunil Chhetri
સુનીલ છેત્રી પૂર્વ કેપ્ટન ભાઇચૂંગ ભૂટિયા બાદ 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ફક્ત બીજા ભારતીય ખેલાડી છે.
Sunil Chhetri
મેચ બાદ સુનીલ છેત્રી સાથે જ્યારે મેસીની બરાબરી વિશે પૂછવામાં આવ્યું તો, તેમને કહ્યું કે 'મેસી અને રોનાલ્ડો સાથે મારી તુલના કરવી યોગ્ય નથી. હું તે બે ખેલાડીઓનો મોટો ફેન છું. તે ખૂબ મોટા ખેલાડી છે. હું દેશ માટે વધુમાં વધુ ગોલ કરવા માંગુ છું.
Trending Photos