સુપર સાયક્લોન અમ્ફાનના કારણે ભારે વિનાશ, જુઓ Photos
ભીષણ ચક્રવાતી તોફાન અમ્ફાન બુધવારના ભારતીય કિનારા વિસ્તાર તરફ ઝડપથી આગળ વધ્યું જેના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ શરૂ થયો છે.
કોલકાતા: ચક્રવાતી તોફાન અમ્ફાને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભાર વિશાન મચાવ્યો છે. અત્યાર સુધીમાં સુપર સાયક્લોનથી 12 જેટલા લોકોના મોત થયા છે. કોલકામાં અમ્ફાનના કારણે ભારે વરસાદ થયો છે. તોફાનના કારણે પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો છે. ભીષણ ચક્રવાતી તોફાન અમ્ફાન બુધવારના ભારતીય કિનારા વિસ્તાર તરફ ઝડપથી આગળ વધ્યું જેના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ શરૂ થયો છે. ઘણા મકાનો ધરાશાયી થયા અને 4 લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.
કિનારાને રિપેર કરવાનો પ્રયત્ન
પશ્ચિમ બંગાળમાં સુંદરવન વિસ્તારની પાસે દક્ષિણ 24 પરગના જિલ્લાના ગામના લોકોમાં એક કિનારાને રિપેર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જે વાવાઝોડાના આવ્યા બાદ દરિયાના મોજાઓથી નષ્ટ થયો છે.
કોરોના અને અમ્ફાન બંનેનો સામનો
બિહટામાં એનડીઆરએફની ટીમ કોરોના અને અમ્ફાન બંનેથી લડી રહી છે.
વાવાઝાડાનો વિનાશ
દક્ષિણ 24 પરગનાના બક્ખલીમાં એક જેટ્ટી વાવાઝોડના કારણે ઘરાશાયી થઈ.
ભારે પવન સાથે વરસાદ
કોલકાતામાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં અમ્ફાનથી બે લોકોના મોત થયા છે.
કોલકાતાના રસ્તાઓ પર કંઇક આવો નજારો
વરસાદ અને ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થયા. કોલકાતાના માર્ગો પર કંઇક આવો નજારો હતો.
રેસ્ક્યૂ કરી રહ્યાં છે પોલીસકર્મી
પોલીસકર્મી એક દિવ્યાંગ વ્યક્તિને સુરક્ષિત જગ્યા પર લઇને જઈ રહ્યાં છે.
કેટલાક મકાનો ઘરાશાયી
ચક્રવાતી તોફાન અમ્ફાન બુધવારના ભારતીય કિનારા વિસ્તાર તરફ ઝડપથી આગળ વધી રહ્યું હતું જેના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ શરૂ થયો હતો. કેટલાક મકાનો ધરાશાયી થયા અને 4 લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.
Trending Photos