તસવીરો થઈ Leak! સુરત ભાજપના નેતા એક મહિલા નેતા સાથે સ્વીમિંગ પુલમાં મસ્તી કરતા જોવા મળ્યાં

સુરત :સુરતમાં વાયરલ થયેલી કેટલીક તસવીરોથી ઉહાપોહ મચી ગયો છે. આ તસવીરો શોકિંગ છે. ભાજપ જિલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલની તસવીરો વાયરલ થઈ છે. જોકે, તસવીરો એટલા માટે ચર્ચા જગાવે એવી છે કે તેમાં એક મહિલા નેતા પણ પુલમાં ન્હાતા દેખાય છે. ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના ફોટા વાયરલ થયા જ ભાજપમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. બંને નેતાઓ પુલમાં એકસાથે જોવા મળ્યાં છે. 

1/5
image

ભાજપની પૂર્વ મહિલા કોર્પોરેટર કોમલ પટેલ અને સંદીપ દેસાઈની પુલમાં ન્હાતી તસવીરો લીક થઈ છે. બંને નેતાના સ્વીમિંગ પુલમાં સાથે ન્હાતાં ફોટા વાયરલ થતા જ ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. 

2/5
image

તો બીજી તરફ, આ તસવીરો જાણી જોઈને વાયરલ કરાઈ હોય તેવો આરોપ કરાયો છે. આ તસવીરો સુરત એપીએમસીના પૂર્વ ચેરમેન રમણ જાની દ્વારા વાયરલ કરાયાનો આક્ષેપ મૂકાયો છે. 

3/5
image

હાલમાં જ રમણ જાનીએ વિવાદ થતાં રાજીનામું આપ્યું હતું. સંદીપ દેસાઈ હાસ APMC માં વાઈસ ચેરમેન છે. 

4/5
image

પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈને આ બદનામ કરવાનું ષડયંત્ર છે. 5 વર્ષ પહેલાના પ્રવાસના ફોટા ક્રોપ કરી સોશિલ મીડિયામાં વાયરલ કરાયા છે. સંદીપ દેસાઈ પરિવાર સાથે પ્રવાસે ગયા હતા. જેમાં કેટલાક ફોટાને કાપી બદનામ કરાયા છે. સંદીપ દેસાઈ સુરત ભાજપ જિલ્લા.પ્રમુખ છે. કેટલાક તત્વો દ્વારા ફોટા ક્રોપ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા છે. 

5/5
image