1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે બુધના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, નવી નોકરી સાથે ધનલાભનો યોગ

Sun Transit 2024: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય દેવ 2 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. 
 

સૂર્ય નક્ષત્ર ગોચર

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય ગ્રહનું ગોચર 2 ઓગસ્ટે શુક્રવારે અશ્લેષા નક્ષત્રમાં થશે. બુધના સ્વામિત્વવાળું અશ્લેષા નક્ષત્ર ખુબ શુભ અને શક્તિશાળી માનવામાં આવે છે. તેવામાં સૂર્યના નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે. સાથે આ લોકોને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મેષ રાશિ

2/5
image

તમારા લોકો માટે સૂર્ય દેવનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમે લોકપ્રિય થશો. સાથે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને આ સમયે સફળતા મળશે અને કરિયરમાં પોતાનું હુનર દેખાડવાની તક મળશે. સાથે પોતાના લક્ષ્યને હાસિલ કરવામાં તમે જેટલી મહેનત કરશો એટલી સફલતા મળશે. આ દરમિયાન પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.

સિંહ રાશિ

3/5
image

સૂર્ય દેવનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ તમારા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમયમાં તમારી અંદર લીડરશિપ ક્વોલિટી વધશે. જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરે છે તેને લાભ થશે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે. આ સમય દરમિયાન પરિવારના લોકો સાથે તમારો સંબંધ સારો રહેશે અને દાંપત્ય જીવનમાં ખુશી રહેશે. આ દરમિયાન તે વાહન અને પ્રોપર્ટી સુખ પ્રાપ્ત કરી શકો છો. આ સમયમાં બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. જે લોકો વેપાર કરી રહ્યાં છે તેને ધનલાભ થઈ શકે છે.   

વૃશ્ચિક રાશિ

4/5
image

તમારા લોકો માટે સૂર્ય દેવનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ લાભદાયક રહેશે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. સાથે તમને ભાગ્યનો સાથ મળશે. તો નોકરી અને કારોબારમાં તમારા માટે અનુકૂળ વાતાવરણ રહેશે અને તમે દરેક કાર્યોમાં ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરશો. આ સમયે તમારી ઈચ્છાઓ પૂરી થશે. સાથે તમે બચત કરવામાં સફલ થશો. તમારી સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. તમને જૂના રોકાણથી સારો લાભ મળશે અને જે નવું રોકાણ કરશો તેમાં પણ ફાયદો થશે. સાથે તમારા અટવાયેલા પૈસા પરત મળશે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.