30 વર્ષ બાદ બની ગયો શનિ, શુક્ર અને સૂર્ય દેવનો સંયોગ, આ 3 જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો

તમે જ્યોતિષમાં માનતા હો તો આ સમાચાર તમારા માટે છે.  વૈદિક પંચાગ અનુસાર કુંભ રાશિમાં શુક્ર, સૂર્ય અને શનિની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 

Sun Shani And Shukra Grah Yuti

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર 7 માર્ચે ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહે કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં પહેલાથી શનિ અને સૂર્ય દેવ બિરાજમાન છે. તેવામાં આ ત્રણ ગ્રહોની યુતિથી કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થયું છે. જેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે, જેની ધન-સંપત્તિ આ સમયે વધી શકે છે. આવો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ...

કુંભ રાશિ

2/5
image

તમારા માટે શનિ, શુક્ર અને સૂર્ય દેવનો સંયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિના લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ દરમિયાન તમને કરિયર સાથે જોડાયેલી કોઈ ખુશખબર મળી શકે છે. સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કરનારને આ સમયે લાભ થઈ શકે છે. તમારી આવકમાં વધારો થશે. જે લોકોના લગ્ન થઈ ગયા છે તેના માટે આ સમય શાનદાર સાબિત થઈ શકે છે. 

વૃષભ રાશિ

3/5
image

ત્રિગ્રહી યોગ બનવાથી વૃષભ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ જશે. કારણ કે આ યોગ તમારી રાશિથી કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને કામ-કારોબાર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. સાથે તમારી કારોબાર સાથે જોડાયેલી યોજનાઓ સફળ થશે. જે લોકો નોકરી કરે છે તેનું પ્રમોશન થઈ શકે છે. આ સમયે નોકરી કરનાર લોકોને કામના સ્થળે નવી જવાબદારી મળી શકે છે. સાથે જુનિયર અને સીનિયરનો સાથ મળી શકે છે. આ સમયમાં તમને પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. 

મિથુન રાશિ

4/5
image

તમારા માટે ત્રિગ્રહી યોગ લાભદાયક થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે તમે નવુ વાહન કે સંપત્તિ ખરીદી શકો છો. તમારા જે કામ અટવાયા છે તેમાં તમને સફળતા મળી શકે છે. તો તમારા પરિવારમાં સુખ શાંતિ સ્થાપિત થશે અને તમારી નાણાકીય રોકાણની યોજનાઓ સફળ થશે. સાથે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આ સમયમાં તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. 

5/5
image