DUCK: આ ભારતીય ખેલાડીઓ સૌથી વધારે વખત 0 પર થયા છે Out! અમુક નામ જાણીને તો તમને પણ થશે અચરજ

નવી દિલ્હીઃ ક્રિકેટમાં કોઈપણ બેટર ઝીરો પર આઉટ થવા નથી માગતા. ત્યારે, આજે અમે તમને એ ભારતીય ખેલાડીઓ વિશે જણાવશું જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થયા છે. આ લિસ્ટમાં ઘણા બધા દિગ્ગજ ક્રિકેટર્સ સામેલ છે.

ઝહીર ખાન

1/5
image

ભારતના ઘાતક બોલરોમાંથી એક ઝહીર ખાન સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થયા છે. તે 44 વખતે ઝીરો પર આઉટ થયા છે. ઝહીર ભારતની 2011 વિજેતા ટીમનો ભાગ રહી ચુક્યા છે. રિવર્સ સ્વિંગમાં તેમને મહારથ હાસેલ થઈ છે. હાલ ઝહીર ખાને ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધું છે.

 

ઈશાંત શર્મા

2/5
image

ઈશાંત શર્મા અત્યારે પણ ભારતીય ટીમ માટે રમે છે. ઈશાંત પોતાના ફાસ્ટ બોલ માટે જાણીતા છે, તે 37 વખત ઝીરો પર આઉટ થયા છે. આ રેકોર્ડમાં તે બીજા નંબર પર છે.

હરભજન સિંહ

3/5
image

ટીમ ઈન્ડિયાના સ્પિનર હરભજન સિંહ પોતાના સમયના સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. દુનિયા તેમને ટર્બોનેટર નામથી જાણે છે. હરભજને પોતાના દુસરાથી દુનિયાભરના બેટર્સને નચાવ્યા છે. ત્યારે, હરભજન પણ 37 વખતે ડક પર આઉટ થઈ ચુક્યા છે.

સચિન તેંડુલકર

4/5
image

ક્રિકેટ જગતના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે દુનિયાભરના બોલરોનો ધૂળ ચટાવી છે. તમામ મેદાનો પર તેમના બેટથી તેમણે સારું પ્રદર્શન આપ્યું છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સેન્ચુરી ફટકારી છે. પણ સચિન 34 વખત ઝીરો પર આઉટ થઈ ચુક્યા છે.

 

વિરેન્દ્ર સહેવાગ

5/5
image

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે 2 વખત ટેસ્ટ ક્રિકેટે 300 રન કર્યા હતા. ત્યારે, વન ડેમાં 1 વખત ડબલ સેન્ચુરી મારી છે. સહેવાગ હમેશા પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા છે. પણ સહેવાગ 31 વખત ઝીરો પર આઉટ થયા છે.