IND vs ENG: ટીમ ઈન્ડિયાને બીજી T20 પહેલા લાગ્યો મોટો ઝટકો, આ તોફાની બેટ્સમેન થયો ઘાયલ
IND vs ENG: આજે સાંજે ભારત અને ઈંગ્લેડ વચ્ચે બીજી ટી20 મેચ રમાનાર છે, તે પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે ભારતનો આ વિસ્ફોટક બેટ્સમેનને ઈઝા થઈ છે, પ્રેક્ટિસ દરમિયાન તેને ઈજા થઈ હતી.
IND vs ENG: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાવાની છે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો વિસ્ફોટક યુવા ઓપનર ઈજાગ્રસ્ત થયો છે. આ બેટ્સમેન માટે બીજી ટી20 રમવી મુશ્કેલ છે.
મહત્વનું છે કે અભિષેક શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેની પગની ઘૂંટી વળી ગઈ છે. તે ખૂબ પીડામાં જોવા મળ્યો હતો. ઈજાને કારણે તે ચાલી પણ શકતો ન હતો. હવે એવું માનવામાં આવે છે કે અભિષેક માટે બીજી ટી20 રમવી મુશ્કેલ છે. અભિષેક પ્રથમ ટી20માં ભારતની જીતનો હીરો હતો.
અભિષેકે પ્રથમ ટી-20માં જોરદાર બેટિંગ કરી હતી
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ T20માં અભિષેક શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે ઈંગ્લિશ બોલરોને ખૂબ રન માર્યા હતા. અભિષેકે બેટથી 5 ચોગ્ગા અને 8 છગ્ગા માર્યા હતા. તેણે 232ની આસપાસના સ્ટ્રાઈક રેટથી માત્ર 34 બોલમાં 79 રનની ઈનિંગ રમી હતી. અભિષેકની તોફાની ઈનિંગની મદદથી ભારતે 133 રનનો ટાર્ગેટ માત્ર 12.5 ઓવરમાં મેળવી લીધો હતો.
અભિષેકની ઈજા ભારત માટે કેટલો મોટો ફટકો?
અભિષેક શર્માની ઈજા ભારત માટે એક મોટો ઝટકો છે, કારણ કે પસંદગીકારોએ આ શ્રેણીમાં માત્ર બે ઓપનર પસંદ કર્યા છે. સંજુ સેમસન અને અભિષેક શર્મા સિવાય 15 સભ્યોની ટીમમાં કોઈ ઓપનર નથી. આવી સ્થિતિમાં જો અભિષેક બીજી ટી-20 નહીં રમે તો તિલક વર્માને ઇનિંગ્સની શરૂઆત કરવી પડી શકે છે.
તિલક ત્રીજા નંબરે રમે છે. આવી સ્થિતિમાં તે ઓપનર તરીકે પણ રમી શકે છે. આ સિવાય ધ્રુવ જુરેલ પણ એક વિકલ્પ છે. જોકે, જુરેલે માત્ર ડોમેસ્ટિક ક્રિકેટમાં જ ઇનિંગ્સની શરૂઆત કરી છે. તે IPLમાં ઓપનિંગ કરતો જોવા મળ્યો નથી.
Trending Photos