સ્વપ્નમાં દેખાતા આ પ્રાણીઓ તમને અપાવશે પુષ્કળ સંપત્તિ, જુઓ PHOTOS

સપના એક એવી વસ્તુ છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તે સાચા પડશે કે કેમ તેનો પણ કોઈ સચોટ અંદાજ ન લગાવી શકાય. પરંતુ સપના આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો આપણને ભવિષ્યનો સંકેત આપતા હોય છે. જો આ સંકેતોને ઓળખી જઈએ, તો આપણું ભવિષ્ય કેવુ હશે તેની ધારણા કરી શકીએ.

ઝી બ્યૂરો, અમદાવાદઃ એક જૂની લોકવાયકા પ્રમાણે સ્વપનનો આપણી સાથે અતૂટ નાતો રહેલો છે. સ્વપ્ન શાસ્ત્ર તો એમ પણ કહે છે કે, સ્વપ્ન ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ઘટનાઓ સાથે સંબંધ હોય છે. કેટલીકવાર સ્વપ્નમાં પશુ-પક્ષીઓ પણ દેખાય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે, સ્વપ્નમાં દેખાતા કેટલાક પ્રાણીઓ તમને અઢળક સંપત્તિના માલિક બનાવી દે છે. આ માહિતી લોક પરંપરાઓ, માન્યતાઓ અને સ્વપ્ન શાસ્ત્ર પર આધારિત છે.


 

સ્વપ્નમાં હાથીને જોવો

1/4
image

સ્વપ્નમાં હાથી જોવા મળે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ, જો તમને સ્વપ્નમાં હાથી દેખાય, તો આગામી સમયમાં, તમને સમૃદ્ધિ જ સમૃદ્ધિ મળશે. પરંતુ માત્ર સ્વપ્ન દેખાવાથી સમૃદ્ધ નહીં થવાય. તમારે સમૃદ્ધિ મેળવવા માટેના ઉપાયો તાત્કાલિક અસરથી અમલમાં લાવવા પડશે. અને એક માન્યતા પ્રમાણે માતા મહાલક્ષ્મીના મંદિરમાં હાથીની પ્રતિમા ચઢાવવાથી તમારા વેપાર-ધંધામાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. અને રોજગારમાં સતત સમૃદ્ધિ થતી રહે છે.

 

સપનામાં દેખાતુ ઘુવડ

2/4
image

ઘુવડને નિશાચર પ્રાણી માનવામાં આવે છે. જો તમને સ્વપ્નમાં ઘુવડ દેખાય તો સમજી લેજો, કે બહુ જલ્દી તમારા પર લક્ષ્મીજીની કૃપા વરસવાની છે. ધાર્મિક માન્યતા અનુસાર ધનની દેવી શ્રીલક્ષ્મીનું વાહન ઘુવડ છે. એટલા માટે ઘુવડનું દેખાવુ એ સંપત્તિ મેળવવાની નિશાની માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર ઘુવડ દેખાય તેનો અર્થ છે કે, વર્ષો જૂની મિલકત છૂટી થવાની, લાંબા સમયનું લેણું, વ્યાજના રૂપિયા ટૂંક સમયમાં મળી શકે છે.

ગોલ્ડ ફીશ

3/4
image

શાસ્ત્રોમાં માછલીને માં લક્ષ્મીના આગમનનું સૂચક માનવામાં આવે છે. સ્વપ્ન ગ્રંથ અનુસાર, જો તમે તમારા સ્વપ્નમાં માછલી દેખાય, તો ટૂંક સમયમાં માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે. એ જ રીતે, જો તમને ઝાડ પર ચઢતો સાપ દેખાય તો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિની વૃદ્ધિ થાય અથવા તો અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે.

સ્વપ્નમાં ગાય દેખાવવી

4/4
image

હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા મુજબ ગાયની અંદર 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ સ્વપ્નમાં ગાય દેખાય, તે ખૂબ જ શુભ છે. તેનો અર્થ એમ થાય કે, વ્યક્તિને ચારે દિશામાં સફળતા મળે છે. સ્વપ્નમાં દેખાતી અલગ અલગ ગાયના ફાયદા પણ અલગ અલગ હોય છે. જો તમને સફેદ ગાય દૂધ આપતી દેખાય તો, સુખ સમૃદ્ધિ આવવાની છે. બીજીબાજુ કાબરચીતરી ગાય દેખાય તો, વ્યાજની આવક આવે, વેપાર-ધંધામાં લાભ થાય છે.