BIRTHDAY SPECIAL: આજે પણ ચાંદની લોકોની આંખ સામે આવી જાય છે, શ્રીદેવીની આજે 57મી જન્મજયંતિ

નવી દિલ્હી: આંખોથી અભિનય કરવો કોને કહેવાય? તો તમારે શ્રીદેવીની ફિલ્મો જોવી પડશે. સુંદરતા એવી કે પ્રશંસકો એકીટસે નિહાળ્યા કરે અને તેનો અભિનય એવો કે લાખો લોકો દીવાના થઈ જાય. શ્રીદેવીની આજે ટેલિવિઝન પર ફિલ્મ પ્રસારિત થાય ત્યારે દર્શકોની આંખ આગળ બધી યાદો તાજા થઈ જાય. વર્ષ 2018માં શ્રીદેવીની અચાનક વિદાય ન માત્ર તેના ફેન્સ પરંતુ લાખો ભારતીયો માટે આંચકાસમાન હતી. આજે શ્રીદેવીની જન્મજયંતિ પર એક સફર તેની લાંબી ફિલ્મ કારકિર્દીની.

હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર 'શ્રીદેવી'

1/5
image

માસૂમિયતથી દિલ કેવી રીતે જીતવું તે સિને ઈન્ડસ્ટ્રીને જો કોઈએ શીખવ્યું હોય તો તે હતા શ્રીદેવી. શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના દિવસે તમિલનાડુના મીનામપટ્ટીમાં થયો હતો. શ્રીદેવીએ તેની લાંબી ફિલ્મી કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. શ્રીદેવીએ ન માત્ર હિન્દી પરંતુ દક્ષિણ ગુજરાતમાં સારું એવું નામ કર્યું.  માસૂમિયતથી લઈને નટખટ અંદાજ હોય કે પછી ગંભીર પાત્ર હોય શ્રીદેવીએ તમામ પાત્રોમાં બખૂબીથી અભિનય ભજવ્યો. શ્રીદેવીને એક જમાનામાં 'લેડી અમિતાભ બચ્ચન' કહેવામાં આવતા હતા. શ્રીદેવીને બોલિવુડની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવામાં આવતા હતા.

હિરો કરતા પણ હતી વધારે ફીસ

2/5
image

80ના દાયકામાં જ્યા ફિલ્મો અભિનેતાના દમ પર ચાલતી હતી, તેવામાં એક એવી અભિનેત્રીનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગમન થયું જેણે અભિનયમાં મોટા-મોટા અભિનેતાઓને માત આપી. શ્રીદેવીના નામ પર સિનેમાઘરોમાં ફિલ્મો ચાલતી હતી. શ્રીદેવીએ પોતાના અભિનયના દમ પર એ સમયે એવી ઓળખ બનાવી કે ભાગ્યે જ કોઈ અભિનેત્રીએ એ સ્થાન બનાવ્યું હોય. આ જ કારણસર શ્રીદેવી હિરો કરતા વધારે ફીસ લેતી હતી. 'નગીના' ફિલ્મ માટે શ્રીદેવીએ રિષી કપૂર કરતા વધારે ફી લીધી હતી.

દક્ષિણની ફિલ્મોમાં કર્યુ ઘણુ કામ

3/5
image

શ્રીદેવીએ ન માત્ર હિન્દી પરંતુ દક્ષિણની ફિલ્મોમાં પણ ઘણુ નામ કમાયું. હિન્દી સિનેમામાં શ્રીદેવીને કોમર્શિયલ એકટ્રેસ તરીકે જોવામાં આવતી હતી પરંતુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનો અલગ જ દબદબો હતો. શ્રીદેવીના દમદાર અભિનયે તેને સાઉથની ફિલ્મોની સ્ટાર બનાવી દીધી.

15 વર્ષ બાદ 'ઈગ્લિંશ-વિંગ્લિશ'થી કર્યુ કમબેક

4/5
image

શ્રીદેવીએ 15 વર્ષ બાદ ફિલ્મોમાં કમબેક કર્યું. વર્ષ 2013માં શ્રીદેવીએ ફિલ્મ 'ઈંગ્લિશ વિંગ્લીશ'થી ધમાકેદાર વાપસી કરી હતી. આ ફિલ્મથી શ્રીદેવીએ 50 વર્ષની વયની મહિલાનો દમદાર અભિનય કર્યો. આ બાદ શ્રીદેવીએ વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'મોમ' ફિલ્મમાં કામ કર્યું જે દર્શકોને ખૂબ પસંદ આવ્યું.

શાહરૂખ ખાનની ફિલ્મ 'ZERO'માં છેલ્લે દેખાઈ હતી શ્રીદેવી

5/5
image

શ્રીદેવીએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની સફળતાની વાર્તા લખી. શરૂઆતની કારકિર્દીમાં શ્રીદેવીને હિન્દી બોલવામાં તકલીફ પડતી હતી. શ્રીદેવીએ જબરદસ્ત મહેનત કરી અને એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી. શ્રીદેવી છેલ્લે 'જીરો' ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં શ્રીદેવીએ ગેસ્ટ અપિરિયન્સ આપ્યો હતો. શ્રીદેવી નવી જનરેશન માટે અભિનયની ઈન્સ્ટિટ્યૂટ છે જેની ફિલ્મો થકી સતત શીખ મેળવે છે.