અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજથી વધુ રૂપિયા ચૂકવવા પડશે, આ રહ્યો Toll Tax નો નવો ભાવ
NHAI Toll Tax Hike : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આજથી દેશભરના લગભગ 1100 ટોલ પ્લાઝા માટેના સુધારેલા ટોલ દરોની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં ટોલ પ્લાઝા પર 3% થી 5% વધારો થયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે એ એક એવો હાઇવે છે કે જેના માટે ટોલ વધાર્યો છે. જાણો કેટલો વધ્યો ભાવ
NHAI અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટોલ દરોમાં આ ગોઠવણ વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે, જેમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવામાં વધઘટના આધારે ફેરફાર થાય છે. NHAI સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલમાં ટોલના દરમાં વધારો કરે છે. જો કે આ વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણીને કારણે 3જી જૂનથી દરોમાં વધારો કરવામાં આવ્યો છે. ( Image : NHAI )
ટોલ પ્લાઝાના દરો વધારવાનો નિર્ણય ભારતના ચૂંટણી પંચે NHAIને 2024ની લોકસભા ચૂંટણી પછી ઊંચા ટોલ દરો લાગુ કરવાનો નિર્દેશ આપ્યાના બે મહિના પછી આવ્યો હતો. આ સમય ચૂંટણી પ્રક્રિયાના અંત સાથે એકરુપ છે. ( Image : National Highways Authority of India )
નેશનલ એક્સપ્રેસવે 1 (NE-1), જે ગુજરાતના અમદાવાદ અને વડોદરા શહેરોને જોડે છે, તે લગભગ 93 કિલોમીટરમાં ફેલાયેલો છે અને બે શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડે છે. ટોલ દરોમાં ફેરફારથી આ હાઈવેનો ઉપયોગ કરતા લાખો મુસાફરોને અસર થશે. ( Image : National Highways Authority of India )
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને સોમવારથી વધુ પૈસા ચૂકવવા પડશે.
ટોલ ચાર્જિસમાં આ ફેરફાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલા દરોમાં સુધારો કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે.
Trending Photos