Offer: 1 હજાર રૂપિયાની અંદર મળશે આ TOP-5 Powerbanks, મિનિટોમાં તમારા મોબાઈલને કરશે Full Charge

અહીં એવા 10,000mah વાળા એવા Power Bankની વાત જેને તમે ઓછા બજેટમાં ખરીદી શકો છો.

સામાન્ય રીતે કહેવાય કે માણસ માટે પ્રાથમિકતામાં 3 વસ્તુઓ આવે રોટી, કપડા અને મકાન પણ હાલના સ્માર્ટ યુગમાં મોબાઈલ ફોનનો પણ આ યાદીમાં સમાવેશ થઈ ગયો છે તેમ કહીએ તો જરાય અતિશ્યોશક્તિ કહેવાશે નહીં. ફોન ખરીદતા પહેલા તે ફોનની બેટરી કેવી છે, સતત મોબાઈલ યુઝ કરતા લોકો માટે Power Bank આશિર્વાદ સમાન છે. Power Bank સામાન્ય ચાર્જર કે પ્લગપોઈન્ટ વિના જ ફોનની બેટરી લાઈફને વધારવાનું કામ કરે છે.

One Plus 10,000mAh પાવરબેન્ક

1/5
image

999 રૂપિયામાં આ જોરદાર પાવરબેન્ક તમે એમેઝોન અને One Plusના ઓનલાઈન સ્ટોરમાંથી ખરીદી શકો છો. આ વજનમાં હલકું પોર્ટેબલ ચાર્જર છે જેનું વજન માત્ર 255 ગ્રામ છે. ઈઅરફોન અને સ્માર્ટવોચ જેવા ઓછા પાવરવાળા ડિવાઈસને ચાર્જ કરવા માટે આ પાવરબેન્કમાં લો-પાવર મોડની સુવિધા પણ ઉપલબ્ધ છે. . One Plusનું આ પાવરબેન્ક ઈનપુટ અને આઉટપુટ, બંને માટે 18W ફાસ્ટ ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવાય છે.  

Philips DLP1710CB 10,000mAh પાવરબેન્ક

2/5
image

ફિલિપ્સના આ પાવરબેન્કમાં તમને 2 આઉટપુટ USB ટાઈપ-A પોર્ટ મળશે. માઈક્રો યુએસબી અને Type c ઈનપુટની સાથે આવતા આ પોર્ટેબલ ચાર્જરમાં ઓવરહિટ વોલ્ટેજ કરંટ પ્રોટકશન છે. તમે આ Philips DLP1710CB પાવરબેન્કને એમેઝોનમાંથી 799 રૂપિયામાં ખરીદી શકો છો.

Mi પાવરબેન્ક 3i 10,000mAh

3/5
image

Xiaomiની વેબસાઈટ પર 899 રૂપિયામાં મળનારું આ પાવરબેન્ક ભારતમાં ખૂબ લોકપ્રિય છે. પાવરબેન્કના ફિચર્સની વાત કરીએ તો આમાં 18W સ્માર્ટ ચાર્જિંગની સાથે USB Type C અને માઈક્રો યુએસબી પોર્ટસ એટલે કે ડ્યુઅલ ઈનપુટની પણ સુવિધા છે. આના સ્માર્ટ પાવર મેનેજમેન્ટ ફિચરની સાથે તમારા ડિવાઈસ અને પાવરબેન્કને પણ ઝડપથી અને સારી રીતે ચાર્જ કરે છે.

Oppo 10,000mAh પાવરબેન્ક

4/5
image

Oppoનો આ પાવરબેન્ક 18W ફાસ્ટ ચાર્જિંગ, લો-કરંટ ચાર્જિંગ મોડ અને ચાર્જિંગ માટેના USB Type C ચાર્જિંગ પોર્ટની સુવિધા સાથે આવે છે. આમાં ડ્યુઅલ કનેકટર કેબલથી તમે માઈક્રો USB અને USB Type C પોર્ટ બંનેને વારાફરતી ઉપયોગમાં લઈ શકો છો. ફ્લિપકાર્ટ પર આ ચાર્જર તમને 1,099 રૂપિયામાં મળશે.  

Syska 10,000mAh પાવરબેન્ક

5/5
image

એમેઝોન પર 749 રૂપિયામાં આ પાવરબેન્કની સાથે તમને ઘણા કનેકટર્સ મળે છે જેવા કે આઉટપુટ માટે બે સ્ટાન્ડર્ડ યુએસબી પોર્ટ્સ, એક માઈક્રો યુએસબી પોર્ટ્સ, અને ઈનપુટ માટે એક યુએસબી Type C પોર્ટ