Tajmahal જ નહી, Agra માં જરૂર જુઓ આ Tourist Places, યાદગાર બની જશે સફર

Top 5 Tourist Destination Of Agra: ભારતમાં રહેતા અને આ દેશની મુલાકાત લેતા મોટાભાગના લોકોનું સપનું હોય છે કે તેઓ જીવનમાં એકવાર આગ્રાની મુલાકાત લે. આ પ્રવાસન પ્રેમીઓ માટે અને બ્લોગર્સ અને ઇંફ્લુએન્સર્સ માટે પણ એક પ્રિય સ્થળ છે. સામાન્ય રીતે, તમે અહીં એકથી 2 દિવસમાં મોટાભાગના પ્રવાસન સ્થળોને કવર કરી શકો છો. તો ચાલો આગ્રામાં ફરવા માટેના 5 શ્રેષ્ઠ સ્થળો પર એક નજર કરીએ.

ફતેહપુર સીકરી

1/5
image

જ્યારે પણ તમને આગરા ફરવા માટે સમય મળે, ત્યારે તમારે 40 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી ફોર્ટ કોમ્પ્લેક્સ Fatehpur Sikri Fort Complex) ની મુલાકાત લેવી જોઈએ, અહીં બુલંદ દરવાજો (Buland Darwaza) અને શેખ સલીમ ચિશ્તીનો મકબરો (Tomb Of Shaikh Salim Chishti) છે. તેનું નિર્માણ બાદશાહ અકબરે કરાવ્યું હતું.

તાજ મહલ

2/5
image

તાજમહેલ (Tajmahal) માત્ર આગ્રાની જ નહીં પરંતુ ભારતની પણ ઓળખ છે, દર સીઝનમાં આ અનોખી ઈમારતને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. ખાસ કરીને રોમેન્ટિક કપલ્સ માટે તાજ સામે પ્રપોઝ કરવું અને ફોટો ક્લિક કરાવવો એ સપનાથી ઓછું નથી.

આગ્રાનો કિલ્લો

3/5
image

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ આગ્રાનો કિલ્લો (Agra Fort) મુઘલોનો ભવ્ય ઈતિહાસ અને તે સમયગાળાની ભવ્યતા દર્શાવે છે. જો તમે આ કિલ્લા પર જાવ તો દિવાન-એ-આમ અને દિવાન-એ-ખાસની મુલાકાત ચોક્કસ લો. અહીંથી તાજમહેલનો નજારો પણ જોઈ શકાય છે.

અકબરનો મકબરો

4/5
image

આગ્રાના સિકંદરા (Sikandra) માં મુઘલ બાદશાહ અકબરનો મકબરો  (Akbar’s Tomb) લાલ રેતીના પથ્થરથી બનેલો છે જે વાસ્તુકલાનું શાનદાર ઉદાહરણ માનવામાં આવે છે. તે તેના પુત્ર જહાંગીરે (Jahangir) વર્ષ 1605-1613 વચ્ચે બનાવ્યો હતો.

ઇતમાદ-ઉદ-દૌલાનો મકબરો

5/5
image

જો તમે આગ્રા જાઓ, તો ચોક્કસપણે ઇતિમાદ-ઉદ-દૌલાનો મકબરો (Tomb of I’timād-ud-Daulah) જુઓ. તેને ઘણીવાર 'બેબી તાજ' તરીકે ઓળખવામાં આવે છે. તેની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ ઈમારત સંપૂર્ણપણે સંગેમરમરના પથ્થરથી બનેલી છે.