સની દેઓલ, સહિત આ દિગ્ગજ કલાકારો બાળપણમાં આ ગંભીર બીમારીનો બન્યા હતા ભોગ, છતાં જીવનમાં મેળવી સફળતા

ડિસ્લેક્સિયા એક પ્રકારની બીમારી છે જેમાં બાળકોને વાંચવા, લખવા અને બોલવામાં મુશ્કેલી પડતી હોય છે. તેનાથી લર્નિંગ ડિસઓર્ડરના કારણે બાળકો અક્ષરોને ઓળખવામાં અને બોલવામાં પણ મુશ્કેલી અનુભવે છે. આ બીમારી બોલીવુડ અભિનેતા સની દેઓલની સાથે અન્ય ઘણા કલાકારોમાં છે જે આ પરેશાનીઓનો સામનો કરીને પણ બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. જીવનમાં ઘણા આગળ વધ્યા છે. વર્ષ 2007માં આવેલી આમિર ખાનની ફિલ્મ તારે ઝમીન પરમાં આ બીમારી વિશે જણાવવામાં આવ્યું છે. 
 

સની દેઓલ

1/5
image

બોમ્બે ટાઈમ્સ સાથે એક ઈન્ટરવ્યુમાં સની દેઓલે આ ખુલાસો કર્યો હતો કે તેમને પણ ડિસ્લેક્સિયાની બીમારી છે જેમાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમના પિતા ધર્મેન્દ્ર તેમના માટે ખુબ ચિંતિત રહે છે અને જ્યારે પણ સની સેટ પર હોય ત્યારે તેમની દેખભાળ માટે તેમના પિતા સાથે જરૂર હોય. 

અભિષેક બચ્ચન

2/5
image

અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનને કોણ નથી જાણતું. તેમને પણ બાળપણમાં ડિસ્લેક્સિયાની બીમારી હતી. જેમાં તેમને લખવા, વાંચવા અને બોલવામાં ખુબ મુશ્કેલી પડતી હતી. 

સલમા હાયેક

3/5
image

સલમા હાયેક એક મેક્સિન-અમેરિકન કલાકાર છે જેને બાળપણમાં આ બીમારી હતી. આમ છતાં તેમણે સફળતાની સીડી  છોડી નહીં અને જીવનમાં અલગ મુકામ બનાવ્યો. 

ટોમ ક્રૂઝ

4/5
image

ટોમ ક્રૂઝે મિશન ઈમ્પોસિબલથી સમગ્ર દુનિયામાં  ખુબ નામના મેળવી છે. જ્યારે તેઓ 7 વર્ષના હતા ત્યારે તેમને પોતાને ડિસ્લેક્સિયા બીમારી હોવાની ખબર પડી હતી પરંતુ આમ છતાં તેમણે ક્યારેય હાર ન માની. 

ઋતિક રોશન

5/5
image

ઋતિક રોશન લોકોના દિલ પર રાજ કરે છે પરંતુ તેમને બાળપણમાં ડિસ્લેક્સિયાની બીમારી હતી તે ખબર પડી ત્યારે નાસીપાસ થવાની જગ્યાએ તેમણે પણ હાર ન માની અને આ બીમારી સામે લડવામાં સફળ રહ્યા. 

Trending Photos