Patan Photos : પાણી વગર પશુઓને પણ મળ્યું મોત, પણ સરકારના કાને ક્યાં કઈ અથડાય છે?

પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા સમયે પાણીની ભારે અછત સર્જાય છે. તેવામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે ઉનાળાની શરૂઆતે પાણીના પોકાર પડવા પામ્યા છે. તો સાથે પશુઓ પણ પાણી વિના મોતને ભેટી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમે સમી તાલુકાના ભદ્રાડા ગામે જઈ તપાસ કરતા સ્થાનિક લોકો પાણી માટે કેવી કેવી મુશ્કેલીઓ વેઠે છે તે જોયું. અહીં પશુઓ પાણીની શોધમાં મોતને ભેટી રહ્યા છે, ત્યારે સરકાર છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચવાના દાવા કરી રહી છે. પરંતુ ભદ્રાડા ગામની મુલાકાત લેતા સરકારના દાવા પોકળ સાબિત થતા હોય તેવું જોવા મળ્યું. ગ્રામજનોને પાણી માટે રઝળપાટ બાદ પણ પાણી ના મળતા છેવટે  ગામ તળાવમાં આવેલ અવાવરું કૂવાનું ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. 

પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા સમયે પાણીની ભારે અછત સર્જાય છે. તેવામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે ઉનાળાની શરૂઆતે પાણીના પોકાર પડવા પામ્યા છે. તો સાથે પશુઓ પણ પાણી વિના મોતને ભેટી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમે સમી તાલુકાના ભદ્રાડા ગામે જઈ તપાસ કરતા સ્થાનિક લોકો પાણી માટે કેવી કેવી મુશ્કેલીઓ વેઠે છે તે જોયું. અહીં પશુઓ પાણીની શોધમાં મોતને ભેટી રહ્યા છે, ત્યારે સરકાર છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચવાના દાવા કરી રહી છે. પરંતુ ભદ્રાડા ગામની મુલાકાત લેતા સરકારના દાવા પોકળ સાબિત થતા હોય તેવું જોવા મળ્યું. ગ્રામજનોને પાણી માટે રઝળપાટ બાદ પણ પાણી ના મળતા છેવટે  ગામ તળાવમાં આવેલ અવાવરું કૂવાનું ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. 

1/5
image

સમી તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલું છે ભદ્રાડા ગામ. જ્યાંના લોકો છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે અને પાણી મેળવવા લોકોને ભારે રઝળપાટ કરવી પડી રહી છે. ગામમાં આવેલ તળાવ પણ પાણી વિના સૂકાભઠ્ઠ બની જવા પામ્યા છે. ત્યારે તળાવ પાસે આવેલું કૂવાનું દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે. આ દૂષિત પાણી પીવાના કારણે આરોગ્ય સામે પણ ખતરો ઉભો થઈ શકે છે. પરંતુ આ દૂષિત પાણી સિવાય બીજો કશેથી પાણી મળતું ના હોવાને કારણે લોકોને મજબૂરીથી આ પાણી પીવાની ફરજ પડી રહી છે.

2/5
image

સ્થાનિક મહિલાઓ કહે છે કે, ભદ્રાડા ગામે આવેલ તળાવ સૂકાભઠ્ઠ બની જતા પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. ટેન્કરો દ્વારા પણ પાણી ન આવતું હોવાના કારણે સૂકાભઠ્ઠ તળાવમાં આવેલ અવાવરું કુવામાંથી દૂષિત અને ગંદુ પાણી પીવા લોકો મજબૂર બન્યા છે. 

3/5
image

આ વિસ્તારમાં સૌથી ખરાબ હાલત રખડતા ઢોરોની થઈ છે. જેઓ પાણી વિના ટળવળી રહ્યા છે. પાણી વિના પશુઓની હાલત પણ દયનીય બની ગઈ છે. ધીમે ધીમે પાણી વિના ગાય, ભેંસ પણ મોતને ભેટી રહ્યા છે. 

4/5
image

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેવડાના ગામોમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની બૂમો ઉઠે છે. અંતરિયાળ ગામોમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક જિલ્લામાં સમીક્ષા બેઠકો તો કરવામાં આવે છે અને ગામેગામ પાણી પહોંચ્યા હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે.

5/5
image

સમી તાલુકાના ભદ્રાડા ગામના લોકો છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જે જોતા તંત્ર ના દાવા પોકળ સાબિત થયા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા છેવડાના ગામોમાં સ્થળ પર જઈ તપાસ કરે તો જ ખરી પરિસ્થિતિનો તાગ મળે તેમ છે. નહિ તો ગાંધીનગરમાં બેસીને પ્રેસ કોન્ફરન્સ કરવાથી કંઈ થતુ નથી.