PICS: દરિયા કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત, લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે

અત્યાર સુધી તમે અનેક પ્રકારના પક્ષી જોયા હશે. સામાન્ય રીતે પક્ષીઓને જોઈને ખુબ આનંદ થાય અને પ્રેમની અનુભૂતિ થાય. પરંતુ બ્રિટનમાં હાલ એક એવા સફેદ રંગના પક્ષીનો આતંક જોવા મળી રહ્યો છે જેણે અહીંના લોકોનું જીવવું દોજખ કરી નાખ્યું છે. 

સમુદ્ર કિનારે આતંક મચાવે છે

1/5
image

સમુદ્ર પક્ષી સીગલ (Sea Bird Seagull) એ હાલ બ્રિટનમાં આતંક મચાવ્યો છે. સ્થિતિ એવી પેદા થઈ છે કે સમુદ્ર કિનારે લોકો હેલમેટ કે કોઈ સુરક્ષા કવચ રાખીને પોતાનું માથું બચાવી તે વિસ્તારમાં ઘૂમે છે. બધા સીગલના હુમલાથી ખુબ ડરેલા છે. 

માણસોથી ડરે છે સમુદ્રી પક્ષી

2/5
image

સીગલના ડરથી જ્યાં લોકો દીવાલો પાછળ છૂપાઈ જાય છે ત્યાં સીગલ પણ માણસોના ડરથી તેમના પર હુમલો કરી બેસે છે. વાત જાણે એમ છે કે તેમને એવું લાગે છે કે માણસો ક્યાંક તેમને નુકસાન ન પહોંચાડે. 

સીગલની દહેશતથી પોસ્ટઓફિસ કર્મીઓ પણ પરેશાન

3/5
image

બ્રિટનના કેટલાક વિસ્તારોમાં સીગલનો ખૌફ એટલો ભયંકર જોવા મળી રહ્યો છે કે લોકો ત્યા જતા ગભરાય છે. રોયલ મેલ (Royal Mail) એ તો એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે મેલ પહોંચાડવામાં મોડુ થઈ શકે છે. હાલ ટપાલી ખુબ ડરેલા છે. 

માથામાંથી લોહી કાઢે છે સીગલ

4/5
image

આ સીગલ એટલું ભયાનક છે કે માણસોના માથા પર એક ચાંચ મારીને તેમાથી લોહી કાઢે છે. આથી સમુદ્ર પાસે રહેતા લોકો અને ટપાલીઓ હેલમેટ પહેરીને તે વિસ્તારમાંથી પસાર થાય છે. તેઓ પોતાની અને બાળકોની સુરક્ષાને લઈને પણ ખુબ સજાગ છે. 

ઝાડ પાછળ છૂપાઈને જીવ બચાવે છે લોકો

5/5
image

સીગલના ડરથી સ્થિતિ એવી બની છે કે લોકો ઝાડ પાછળ છૂપાઈને પોતાના જીવ બચાવી રહ્યા છે. કેટલાક લોકો સીગલને જોતા જ રફૂચક્કર થઈ જાય છે તો કેટલાક દીવાલ પાછળ છૂપાઈ જાય છે.