બેન્કમાં ₹0,ઘર રાખ્યું ગીરવે, પાઈ-પાઈના મોહતાજ બની ગયા હતા આ સુપરસ્ટાર, ત્યારે આગળ આવ્યા હતા અંબાણી, આજે છે ₹1600 કરોડના માલિક

દરેકના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય છે. બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટારનું જીવન પણ આવા જ સંઘર્ષોથી ભરેલું છે. જે આજે 1600 કરોડ રૂપિયાના માલિક છે. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તે દરેક પૈસા પર નિર્ભર બની ગયો. ઘર પણ ગીરવે મૂક્યું હતું. કંપનીના કર્મચારીઓને પગાર આપવાના પૈસા ન હતા. ત્યારબાદ અંબાણી પરિવારના વડા ધીરુભાઈ અંબાણીએ પણ તેમને મદદ કરી. જેને તે સુપરસ્ટારે ફગાવી દીધી હતી. ચાલો આજે તે કહાની જાણીએ...
 

ખોટમાં બચ્ચનની કંપની, મદદ માટે આવ્યા ધીરૂભાઈ અંબાણી

1/7
image

આ સુપરસ્ટાર કોઈ અન્ય નહીં પરંતુ સિનેમાના મહાનાયક છે. જેને તમે બિગ બી કહો છો. અમિતાભ બચ્ચન પાસે ભલે આજે અઢળક સંપત્તિ હોય પરંતુ એક સમય એવો હતો જ્યારે તેઓ નાદાર બની ગયા હતા. તેમની પાસે બેંકમાં ઝીરો રૂપિયા હતા. તેમની અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ ખોટમાં હતી. તે સમયે તેમનો સાથ આપવા માટે ધીરૂભાઈ અંબાણી આગળ આવ્યા હતા.  

અમિતાભ બચ્ચને ક્યારે બનાવી હતી કંપની

2/7
image

અમિતાભ બચ્ચને ફિલ્મો દ્વારા ઘણું નામ કમાયું હતું. પરંતુ 90ના દાયકામાં આવતા સુધીમાં તેણે પોતાની કંપની બનાવવાનું નક્કી કર્યું. જે ફિલ્મોનું નિર્માણ કરશે અને ઈવેન્ટ્સ પણ સંભાળશે. આ 1995નું વર્ષ હતું, જ્યારે અમિતાભ બચ્ચને ABCL નામની કંપની શરૂ કરી હતી. પહેલા વર્ષમાં બધું બરાબર હતું, કંપનીનું ટર્નઓવર 65 કરોડ રૂપિયા હતું પરંતુ બીજા વર્ષે તેનો નફો ઘટવા લાગ્યો.

મિસ વર્લ્ડ ઈવેન્ટને પણ બિગ બીની કંપનીએ સંભાળી

3/7
image

ABCL એ વર્ષ 1996માં યોજાયેલી મિસ વર્લ્ડની ઈવેન્ટને પણ સંભાળી હતી. તે હેઠળ ઘણી સાઉથની ફિલ્મો પણ બની તો બંગાળીથી લઈને ગુજરાતી અને મરાઠી ફિલ્મોનું પ્રોડક્શન પણ સંભાળ્યું હતું. શેખર સુમન અને ફરીદા જલાલના ટીવી શો દેખ ભાઈ દેખને પણ જયા બચ્ચને ABCL હેઠળ પ્રોડ્સૂય કર્યો હતો. પરંતુ ધીમે-ધીમે કંપનીને ખુબ નુકસાન થવા લાગ્યું.

 

બચ્ચનના પ્રોડક્શન હાઉસમાં ફ્લોપ થઈ ફિલ્મો

4/7
image

એક ઈવેન્ટથી તો અમિતાભ બચ્ચનની કંપનીને 4 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આગળ જતાં મૃત્યુદાતા, ફેમેલી, સાત રંગ કે સપના, અક્સથી લઈને મેજર સાહબ જેવી ફિલ્મો પણ ફ્લોપ થઈ હતી. 

બેન્ક બેલેન્સ 0, ઘર પણ રાખ્યું ગીરવે

5/7
image

 

વર્ષ 1999 અમિતાભ બચ્ચન માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. તે નાદાર થઈ ગયા હતા. તેમની પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પણ પૈસા નહોતા. સ્થિતિ એવી હતી કે અભિનેતાએ પોતાનો બંગલો પ્રતિક્ષાને પણ ગીરવે રાખવો પડ્યો હતો. આ સમયે બિગ બીની ઊંઘ ઊડી ગઈ હતી.

ધીરૂભાઈએ અમિતાભની મદદ માટે અનિલ અંબાણીને મોકલ્યા

6/7
image

વર્ષ 2017માં રિલાયન્સ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં બિગ બીએ ધીરૂભાઈ અંબાણીને યાદ કરતા પોતાના ખરાબ સમયને પણ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું- એક સમય હતો જ્યારે મારૂ બેન્ક બેલેન્સ ઝીરો હતું. મારો બંગલો પણ હાથમાંથી જવાનો હતો. મારી કંપનીને મોટું નુકસાન થયું હતું. દરેક જગ્યાથી પૈસા આવવા બંધ થઈ ગયા હતા. ત્યારે ધીરૂભાઈ અંબાણીને ખબર પડી તો તેમનો નાનો પુત્ર અનિલને મારી પાસે મોકલ્યો. તે મારૂ દેવું ઉતારી મને મુશ્કેલીમાંથી બહાર કાઢવા ઈચ્છતા હતા.   

મદદ માટે કર્યો હતો ઈનકાર

7/7
image

અમિતાભ બચ્ચને જણાવ્યું કે અંબાણી તેમને એટલા પૈસા આપી રહ્યાં હતા, જેનાથી તેમનું તમામ દેવું ચૂકવાઈ જાત. પરંતુ પૈસા ન લીધા. પરંતુ આજે પણ તે ધીરૂભાઈ અંબાણીની ઉદારતાનું સન્માન કરે છે. આગળ ચાલી તેમણે ધીમે ધીમે પોતાનું દેવું ઉતાર્યું અને જોરદાર રીતે વાપસી કરી. અમિતાભ બચ્ચનને તે જમાનામાં કૌન બનેગા કરોડપતિ અને યશરાજ ચોપડાની મોહબ્બતોથી ખુબ ફાયદો થશો. સારી ફી મળી અને એડ્સ આવવા લાગી.