કેવું હશે મોદી સરકારનું 3.0નું સંભવિત મંત્રી મંડળ, આ ચહેરાઓ ચોંકાવશે, જુઓ લિસ્ટ
હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે આખરે મોદી સરકાર 3.0માં કોણ-કોણ મંત્રી બનશે? BJPમાંથી કેટલાં લોકો ફરીવાર મંત્રી તરીકે રિપીટ થશે? કયા નવા ચહેરાઓ જોવા મળશે? તો બીજીબાજુ NDAના સાથી પક્ષોમાંથી કેટલાં સાંસદોને મંત્રી બનાવાશે? જેડીયુ અને ટીડીપી જે ગઠબંધનમાં સૌથી મોટા સાથી છે. તેમને કેટલા મંત્રીપદ મળશે? આ સવાલના જવાબ જોઈશું આ રિપોર્ટમાં.
72 કલાક કરતાં પણ વધારેની માથાકૂટ પછી મોદી કેબિનેટ 3.0ના રત્નોની યાદી તૈયાર થઈ ગઈ છે. યાદીને બનાવવી એટલી સરળ પણ નહોતી. કેમકે આ વખતે ગઠબંધનના સાથીઓને સન્માનનીય ભાગની જવાબદારી પણ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રીમંડળની વહેંચણી અંગે સહમતિ લગભગ અંતિમ તબક્કામાં છે. ત્યારે આવો તમને જણાવીએ કે NDAના કયા ભાગ્યશાળી સાંસદને સરકારમાં તક મળી શકે છે. સૌથી પહેલાં વાત ભાજપની.
હજુ સુધી સૂત્રોના હવાલાથી જે યાદી સામે આવી છે. તેમાં આ લોકોના નામ પર લગભગ મહોર લાગી ગઈ છે. તે સિવાય શિંદે શિવસેનામાંથી માત્ર એક મંત્રી બનશે. તેમાં ત્રણ નામ હજુ સુધી સામે આવ્યા છે.
ગઠબંધનના તમામ સાથીઓને સાચવીને રાખવા એ સૌથી મોટો પડકાર છે. કેમ કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળ્યો નથી. જેના કારણે 10 વર્ષ બાદ મોદી સરકારને ગઠબંધન પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે.
ત્યારે એ જોવાનું રહેશે કે શું પીએમ મોદી ગઠબંધનના સહારે 5 વર્ષ સુધી સરકાર ચલાવી શકે છેકે નહીં.
Trending Photos