Whatspp Status માં દેખાતું પ્રાઈવસી પોલિસીનું ગુજરાતી વર્ઝન વાયરલ, PHOTOS જોઈને તમે પણ હસી પડશો

ભઈ આ WhatsApp ની પ્રાઈવેટ પોલિસીએ તો ભારે કરી છે...દુનિયાભરમાં કરોડથી વધારે લોકો WhatsApp User છે. ત્યારે હાલમાં જ  WhatsApp એ જે પ્રાઈવેટ પોલિસી લાગુ કરવાની વાત કરી હતી તેનાથી યુઝર્સનો જીવ તાળવે ચોંટી ગયો હતો. હવે WhatsApp એ પીછેહટ કરીને લોકોની પ્રાઈવસી જળવાઈ રહેશે તેવી સ્પષ્ટતા કરી છે ત્યારે હવે તેનું ગુજરાતી વર્ઝન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. તસવીરો જોઈને તમે પણ હસી પડશો.

ઝી બ્યૂરો, અમદાવાદઃ સોશિયલ મીડિયાની દુનિયા અદભૂત છે. કોઈ પણ હાલનો હોટ ફેવરિટ કે પછી બહુચર્ચિત ટોપિક સોશિયલ મીડિયાથી બચી નથી શક્તો. અને હવે એમા પણ મીમર્સ સોશિયલ મીડિયાની દુનિયામાં નવી ક્રાંતિ લઈને આવ્યા છે. કોઈ પણ કિસ્સાને હાસ્યાસ્પદ બનાવો એ તો કોઈ મીમર્સ પાસેથી શીખે. હાલમાં જ વ્હોટ્સએપએ પોતાની પ્રાઈવસી અપડેટ કરવાનો પ્લાન સ્થગિત કર્યો છે અને સવારથી જ તમામ વ્હોટ્સએપ યુઝર્સને સ્ટોરીમાં એક ખાસ સ્ટેટસ બતાવવામાં આવે છે. જેમા વ્હોટ્સએપે પોતાના પ્રાઈવસી પોલિસી અંગે ખુલાસો કર્યો. આ સમગ્ર ઘટના પણ મીમર્સના હાથથી ના બચી શકી. જેવુ વ્હોટ્સએપનું સ્ટેટસ આવ્યું કે તરત જ મીમર્સે વ્હોટ્સએપ સ્ટેટસનું હાસ્યાસપદ ગુજરાતી વર્ઝન બહાર પાડ્યું જે હાલ ખુબ વાયરલ થઈ રહ્યું છે. 

 

1/4
image

પ્રથમ ફોટોમાં વ્હોટ્સએપે પ્રાઈવસી અંગે ખુલાસો કર્યો છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અમે તમારી પ્રાઈવસીનું ધ્યાન રાખીએ છીએ. જેનુ હાસ્યાસ્પદ ગુજરાતી વર્ઝન થયું.પાક્કુ અમે નહીં કહીએ તમે કાલે શું જમ્યા હતા. એની નીચે એક ખાસ સંદેશ લખવામાં આવ્યો છે. ના જાવને યાર સિગ્નલ પર. જેને જોઈને કહી શકાય કે વ્હોટ્સએપ પરથી મોટા પ્રમાણમાં લોકો સિગ્નલ પર ટ્રાન્સફર થઈ રહ્યાં છે. 

2/4
image

બીજા ફોટોમાં લખ્યું છે, વ્હોટ્સએપ તમારા કોન્ટેક્ટ્સ ફેસબૂક સાથે શેર નથી કરતું, જેનું ગુજરાતી વર્ઝન થયું. માર્ક ઝુકરિયાને અમે કોઈના નંબર નથી આપતા, મમ્મી કસમ. અહિંયા ફેસબૂક અને વ્હોટ્સએપના માલિક માર્ક ઝકર્બર્ગનું નામ પણ હાસ્યાસ્પદ અંદાજમાં એક પાક્કા ગુજરાતની જેમ લેવામાં આવ્યું છે. દરેક ફોટોની નીચે સિગ્નલ એપનો તો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

3/4
image

ત્રીજા ફોટોમાં લખ્યું છે કે વ્હોટ્સએપ તમે શેર કરેલી લોકેશન નથી જોઈ શક્તુ. જેનું ગુજરાતી વર્ઝન થયું તમે કેટલી જગ્યા પર ઝલીલ થઈને આવો છો એ લોકેશન અમે જોતા જ નથી. 

4/4
image

ચોથા ફોટોમાં લખ્યું છે, વ્હોટ્સએપ તમારા મેસેજ વાંચી કે સાંભળી નથી શક્તું. જેનું ગુજરાતી વર્ઝન થયું યાર અમે તમારી પત્નીને નહીં કહીએ સ્વિટી સાથે તમે શું વાતો કરો છો. આ તમામ વાયરલ ફોટોમાં એક વાતનું ખુબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જે પણ શબ્દોનો ઉપયોગ થયો છે તે માત્ર રોજીંદા જીવનમાં વપરાતા શબ્દો છે જેથી કોઈ પણ ગુજરાતી આ જોઈને પેટ પકડીને હસે છે.