કુતરાનો પટ્ટો પતિના ગળામાં બાંધી ફરતી હતી પત્ની, કારણ જાણીને ચોંકી જશો!

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનને માત આપવા માટે કેનેડાની એક મહિલાએ ચોંકાવનારું પગલું ભરવામાં આવ્યું અને તેની હરકત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કેનેડાના કેયૂબેક (Quebec) શહેરમાં મહિલા કુતરાની માફક પોતાના પતિના ગળામાં પટ્ટો (Leash) બાંધીને ફરવા નિકળી ગઇ. (પ્રતિકાત્મક તસવીર)

કુતરાની માફક ફરવા નિકળી મહિલા

1/6
image

મહિલા પોતાના પતિને કુતરાની માફક પટ્ટો બાંધીને ફરવા નિકળી પડી, પરંતુ પોલીસે પકડી લીધી અને દંડ ફટકાર્યો. 

પાલતૂ જાનવરોને ફેરવવાની છૂટ

2/6
image

દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ચાલુ છે અને તેનાથી બચવા માટે ઘણા દેશોમાં હજુ પણ લોકડાઉન લાગૂ છે. કેનેડાના ક્યૂબેક (Quebec) રાજ્યમાં પણ ચાર અઠવાડિયાનો કરફ્યું લાગેલો છે અને લોકોને રાત્રે 8 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બહાર નિકળવાની મનાઇ છે. જોકે લોકો જરૂરી કામ માટે બહાર નિકળી શકે છે અને પોતાના પાલતૂ જાનવરોને બહાર ફેરવી શકો છો. 

મહિલાનો જવાબ સાંભળી પોલીસ હૈરાન

3/6
image

ડેલીમેલ અનુસાર કર્ફ્યું તોડીને ફરી રહેલી મહિલાને જ્યારે પોલીસે પકડી અને કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ઘરની આસપાસ પોતાના કુતરાની સાથે ફરવાની પરવાનગી માંગી છે, જેને સાંભળીને પોલીસ અધિકારી આશ્વર્યમાં પડી ગયા. 

મહિલાએ જોરદાર કર્યો હંગામો

4/6
image

જ્યારે પોલીસ અધિકારીઓએ મહિલાને કહ્યું કે તે તમારો કુતરો નથી પરંતુ તમારો પતિ છે તો તેના પર મહિલાએ હંગામો કરવાનું શરૂ કરી દીધું. 

મહિલા પર લાગ્યો 1.75 લાખનો દંડ

5/6
image

કપલ પોલીસની કોઇપણ વાતને માનવા માટે તૈયાર નથી, ત્યારબાદ પોલીસે 2400 ડોલર એટલે કે લગભગ 1.75 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

પહેલાં પણ સામે આવ્યો છે આવો કિસ્સો

6/6
image

આ પહેલાં ગત વર્ષે નવેમ્બરમાં ચેક રિપબ્લિકમાં એક વ્યક્તિને પોતાના સ્ટફ્ડ ડોગ (રમકડાં)ને ફરાવવા માટે પોલીસે પકડી હતી.