Pics : ‘બાલા’માં યામીએ કોપી કર્યો 70ના દાયકાની એક એક્ટ્રેસનો લૂક, કર્યો ખુલાસો

પોતાની આગામી ફિલ્મ બાલા (Bala)ના એક ગીત માટે અભિનેત્રી યામી ગૌતમે (Yami Gautam) બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ નીતુ સિંહના લૂકને કોપી કર્યો છે. નીતુ સિંહ (Neetu Singh) નું ગીત ‘એક મેં ઓર એક તુ’માંના લુકને યામી દ્વારા રિક્રિએટ કરાયો છે. યામી ગૌતમનું કહેવું છે કે, મને 1970ના દાયકાની તમામ બાબતો પસંદ છે. 1970ના દાયકાની ફેશન સદાબહાર છે. બાલાના એક ગીત માટે અમે એ દાયકામાંથી આઇડિયા લીધો છે.  નીતુ મેડમનું આ ગીત મને બહુ જ પસંદ છે. અમે અમારી ફિલ્મ મુજબ તેને રિક્રિએટ કર્યું છે, જોકે, અમારી પ્રેરણાનો આ સ્ત્રોત તે આખો દાયકો છે, જે સદાબહાર રહ્યો છે.

નવી દિલ્હી :પોતાની આગામી ફિલ્મ બાલા (Bala)ના એક ગીત માટે અભિનેત્રી યામી ગૌતમે (Yami Gautam) બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ નીતુ સિંહના લૂકને કોપી કર્યો છે. નીતુ સિંહ (Neetu Singh) નું ગીત ‘એક મેં ઓર એક તુ’માંના લુકને યામી દ્વારા રિક્રિએટ કરાયો છે. યામી ગૌતમનું કહેવું છે કે, મને 1970ના દાયકાની તમામ બાબતો પસંદ છે. 1970ના દાયકાની ફેશન સદાબહાર છે. બાલાના એક ગીત માટે અમે એ દાયકામાંથી આઇડિયા લીધો છે.  નીતુ મેડમનું આ ગીત મને બહુ જ પસંદ છે. અમે અમારી ફિલ્મ મુજબ તેને રિક્રિએટ કર્યું છે, જોકે, અમારી પ્રેરણાનો આ સ્ત્રોત તે આખો દાયકો છે, જે સદાબહાર રહ્યો છે.

1/5
image

યામીએ ફિલ્મ બાલામાં ટિકટોક સ્ટારની ભૂમિકા ભજવી છે.

2/5
image

યામીએ કહ્યું કે, મને વ્યક્તિગત રીતે 1970નો દાયકો અને તેની સાથે જોડાયેલી ચીજો બહુ જ પસંદ છે. તે સમયનો લુક, વસ્ત્રો, સ્લીવની સ્ટાઈલ, શોર્ટ ડ્રેસ, વાળની એસેસરીઝ, પોલ્કા ડોટ પ્રિન્ટ મને બહુ જ ગમે છે.

3/5
image

બાલામાં આયુષ્યમાન ખુરાના અને યામી ફરીથી એકસાથે જોવા મળશે. 

4/5
image

ફિલ્મમાં આ જોડીની સાથે ભૂમિ પેંડનેકર પણ નજર આવશે.

5/5
image

બાલા 7 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. (ફોટો સાભાર - તમામ તસવીરો યામી ગૌતમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાઈ છે)