Yearly Horoscope: વૃષભ રાશિના જાતકો માટે કેટલું શુભ છે નવું વર્ષ ? જાણવા વાંચો વાર્ષિક રાશિફળ
Yearly Horoscope: વૃષભ રાશિ માટે વિક્રમ સવંત ૨૦૮૧ ના વર્ષની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિનો તમારી રાશિથી પહેલા ભાવમાં રહેશે, જે નોકરી ધંધામાં નાનો મોટો આર્થિક અવરોધ કે ભય ઊભો કરે. ખર્ચ પર કાબુ રાખો. નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર ના કરવા.
મિથુનનો ગુરૂ
તા. ૧૪-૦૫-૨૦૨૫થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી બીજા ધન ભાવે રહેશે. જે આર્થિક બાબતો માટે શુભ બનતો જશે. રોકાયેલા કાર્યો પૂરા થશે. કુટુંબમાં વડીલ તરફથી ધન કે સંપત્તિ મળે. આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી થતી જશે.
આવકની સ્થિરતા રહે
વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં હોઈ તમારા દસમા કર્મ સ્થાને રહેશે, જે નોકરી વ્યવસાયમાં લાભ આપે. આવકની સ્થિરતા રહે. મનની શાંતિ મળે. થોડી વધુ મહેનતના યોગ છે, પણ લાભ મળશે.
સુખમાં વધારો
તા. ૨૯-૦૩-૨૦૨૫થી શનિ તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવે રહેશે, તમારા સુખમાં વધારો કરશે. દરેક કામમાં વિલંબ દૂર થાય. સફળતા મળે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થાય.
સ્ત્રીઓ માટે
આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય. પણ માર્ચ ૨૦૨૫થી ખુબ સારો સમય શરૂ થાય. જે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે. દરેક કર્યોમાં લાભ આપશે.
વિદ્યાર્થીઓ માટે
આ વર્ષ શરૂઆતમાં ઈતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે. માર્ચ ૨૦૨૫ થી સમય સુધરી જશે પરિણામ સારું આવશે. ઉચ્ચ અભ્યાસના યોગ પણ સારા રહે
Trending Photos