ખુબ ચિંતા કે તણાવ મહેસૂસ કરતા હોવ તો આ 6 ટ્રિક્સ અજમાવો, પછી જુઓ પરિણામ

આજની આવી ભાગદોડવાળી જિંદગીમાં તણાવ વધી રહ્યો છે. લોકો કામનો એટલો બોજો લઈ રહ્યા છે કે તણાવગ્રસ્ત  બની રહ્યા છે. તેનું મુખ્ય કારણ લોકોની બદલાઈ રહેલી લાઈફસ્ટાઈલ છે. જેના કારણે અસ્વસ્થ ભોજન, અને ઊંઘની કમીના કારણે લોકોએ ખુબ મુશ્કેલી અને થાક વેઠવો પડે છે. આ  કારણે લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડવા લાગે છે. વાત વાતમાં ચિડિયાપણું, ગુસ્સો, નારાજગી આવે છે. જાણો આ બધાથી કેવી રીતે છૂટકારો મેળવી શકો. 

રિસર્ચ

1/7
image

હાલમાં થયેલા એક રિસર્ચમુજબ માનસિક સ્વાસ્થ્યને સંતુલિત  રાખવામાં યોગ મોટી  ભૂમિકા ભજવે છે. ભારતમાં પ્રાચીન કાળથી યોગ લોકપ્રિય રહ્યો છે. વચ્ચે લોકો થોડા ભટકી ગયા હતા પરંતુ હવે ફરી આ દેસી તરીકો યાદ આવી ગયો છે. યોગ તરફ પાછા ફર્યા છે. 

માનસિક અને શારીરિક લાભ

2/7
image

યોગ કરવાથી અગણિત માનસિક અને શારીરિક લાભ થાય છે. મગજ શાંત રાખવા માટે તમે આગળ ઝૂકનારા આસન કરી શકો છો. આ મુદ્રાને ચક્રાસન કહે છે. તેને કરવાથી તમારું મન શાંત રહેશે. દિમાગના હિસ્સામાં પૂરતો ઓક્સીજન પહોંચે છે. 

3/7
image

તમારા શ્વાસ અને મન એક બીજા સાથે જોડાયેલા હોય છે. જ્યારે પણ તમે તણાવ કે ચિંતા મહેસૂસ કરો તો પ્રાણાયામ કરવા જોઈએ. તેનાથી શ્વાસને નિયંત્રિત કરાય છે અને તમારું મન શાંત થવા લાગે છે. 

ધ્યાન ધરો

4/7
image

તણાવથી મુક્તિ પામવી હોય તો મનની સ્થિતિને શાંત કરવી જરૂરી છે. જ્યારે પણ ચિંતા કે તણાવ મહેસૂસ થાયતો તમે ધ્યાન ધરવા બેસી જાઓ અને તમારી આજુબાજુના અવાજને કાને ન પડવા દો. આમ કરવાથી તમને આનંદની અનુભૂતિ થશે. અસંતુલિત અને તણાવની સ્થિતિથી નીકળીને શાંતિના વાતાવરણમાં આવશો. 

સાત્વિક ભોજન

5/7
image

સાત્વિક ભોજનને હિન્દુ ધર્મમાં સૌથી ઉચ્ચ શ્રેણીનું ભોજન ગણવામાં આવ્યું છે. એવું માનવામાંઆવે છે કે સાત્વિક ભોજન ક રવાથી તમારા વિચાર અને મગજ બંને ખુબ સ્વચ્છ રહે છે.

અધોમુખ શ્વાનાસન

6/7
image

અધોમુખ શ્વાનાસનમાં તમે એડિઓ પર બેસો છો અને ધીરે  ધીરે તમારા શરીરના ઉપરના ભાગને તમારી સામે સ્ટ્રેચ કરો છો. પછી તમારા હાથથી ફર્શ પર સ્પર્શવા માટે ઝૂકો છો. આમ કરવાથી સમગ્ર શરીરમાં લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે. જેનાથી દિમાગ શાંત રહે છે. 

disclaimer:

7/7
image

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.