PHOTOS કોણ છે સજ્જન કુમાર, 1984ના તોફાન બાદ કોંગ્રેસમાં કેવી રીતે વધ્યું તેમનું કદ, જાણો 10 વાતો

1984માં થયેલા શીખ વિરોધી રમખાણો મામલે આજે દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતા સજ્જનકુમારને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે સજ્જનકુમારને અપરાધિક ષડયંત્ર રચવા અને શત્રુતાને વધારવા, સાંપ્રદાયિક સદભાવ વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યાં. હાઈકોર્ટે કહ્યું કે તેમણે આજીવન જેલમાં જ રહેવું પડશે. તેમના વિશે આ 10 વાતો ખાસ જાણો.

નવી દિલ્હી: 1984માં થયેલા શીખ વિરોધી રમખાણો મામલે આજે દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતા સજ્જનકુમારને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે સજ્જનકુમારને અપરાધિક ષડયંત્ર રચવા અને શત્રુતાને વધારવા, સાંપ્રદાયિક સદભાવ વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યાં. હાઈકોર્ટે કહ્યું કે તેમણે આજીવન જેલમાં જ રહેવું પડશે. તેમના વિશે આ 10 વાતો ખાસ જાણો.

1/10
image

1. સજ્જનકુમારનો જન્મ 23 ડિસેમ્બર 1945ના રોજ દિલ્હીમાં થયો હતો. કેટલાક રાજકીય વિશેષજ્ઞોનું માનીએ તો સજ્જનકુમારના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહતી. જેના કારણે તેઓ શરૂઆતમાં ચા વેચવાનું કામ કરતા હતાં. પરંતુ રાજકારણ પ્રત્યે લગાવ હોવાના કારણે એક સમયે ચાની દુકાન ચલાવનારા સજ્જનકુમાર અનેક  કોશિશો બાદ રાજકારણમાં આવી ગયાં. 

2/10
image

2. સારો એવો સમય રાજકારણમાં એક્ટિવ રહ્યાં  બાદ 1970ની આસપાસ તેઓ સંજય ગાંધીની નજરમાં આવ્યાં. ત્યારબાદ સજ્જનકુમારે બહારી દિલ્હીના વિસ્તારમાં માદીપુરમાંથી મ્યુનિસિપલ ચૂંટણી લડી અને જીત્યા. 1977માં સોશિયલ એક્ટિવિસ્ટ રહેલા ગુરુ રાધા કિશને તેમને કાઉન્સિલર પદના શપથ લેવડાવ્યાં હતાં. 

3/10
image

3. લગભગ 3 દાયકાની રાજકીય કારકિર્દીમાં તેમણે 1980માં 35 વર્ષની ઉંમરમાં ચૌધરી બ્રહ્મપ્રકાશને હરાવીને લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. અત્રે જણાવવાનું કે ચૌધરી બ્રહ્મ પ્રકાશ યાદવ દિલ્હીના પહેલા મુખ્યમંત્રી હતાં. 1980માં ચૌધરી બ્રહ્મ  પ્રકાશ યાદવને હરાવ્યાં બાદ તેમણે 1991માં ભાજપના સાહેબ સિંહ વર્માને હરાવતા બહારી દિલ્હી લોકસભામાં જીત મેળવી હતી. જેની સાથે તેઓ 14મી લોકસભામાં બહારી દિલ્હીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં. 

4/10
image

4 )31 ઓક્ટોબર 1984માં ઈન્દિરા ગાંધીની તેમના જ શીખ બોડી ગાર્ડ્સે ગોળી મારીને હત્યા  કર્યા બાદ ભડકી ઉઠેલા શીખ વિરોધી રમખાણોના આરોપીઓમા સજ્જનકુમાર મુખ્ય હતાં. 

5/10
image

5. 1984માં ભડકેલા શીખ વિરોધી રમખાણોમાં સજ્જન કુમાર પર મર્ડર,લૂંટ, ડકેતી જેવા અપરાધમાં સામેલ હોવાનો આરોપ હતો. 

6/10
image

6. આ રમખાણોમાં દિલ્હીના કેન્ટના રાજનગર વિસ્તારમાં પાંચ શીખો કેહર સિંહ, ગુરપ્રીત સિંહ, રઘુવિન્દર સિંહ, નરેન્દ્રપાલ સિંહ, અને કુલદીપ સિંહની હત્યા કરાઈ હતી. આ મામલે ફરિયાદકર્તા અને પ્રત્યક્ષદર્શી જગદીશ કૌર કેહર સિંહના પત્ની અને ગુરપ્રીત સિંહની માતા હતી. રઘુનિન્દર, નરેન્દ્ર અને કુલદીપ તેમના અને કેસના અન્ય એક ગવાહ જગશેર સિંહના ભાઈ હતાં. (તસવીર-ડીએનએ ફાઈલ તસવીર)

7/10
image

7. ત્યારબાદ નાણાવટી કમિશનની ભલામણ બાદ 2005માં સજ્જન કુમાર વિરુદ્ધ સીબીઆઈએ બે ચાર્જશીટ દાખલ કરી. શીખો વિરુદ્ધ ભડકેલા રમખાણોના મામલે સજ્જન કુમારની સાથે જ કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર જેવા મોટા નેતાનું નામ પણ સામેલ હતું. 

8/10
image

8. વર્ષ 2005માં કેસની તપાસ સીબીઆઈના હાથમાં આવી. અને તેણે કોર્ટને જણાવ્યું કે રમખાણોમાં સજ્જન કુમાર અને પોલીસ વચ્ચે ખતરનાક સંબંધ હતો. તે અગાઉ દિલ્હી પોલીસે રમખાણોની તપાસ કરી હતી. ત્યારબાદ ભડકાવવાનું નામ આવવાના કારણે 2009માં કોંગ્રેસે સજ્જનકુમારને લોકસભા ચૂંટણી લડવાની ના  પાડી હતી. 

9/10
image

9. એપ્રિલ 2013માં દિલ્હીની એક નીચલી કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હી છાવણીમાં પાંચ શીખોની હત્યા મામલે સજ્જન કુમારને તમામ આરોપમાંથી મુક્ત કર્યા હતાં. કોર્ટનો આદેશ આવ્યાં બાદ તરત શીખ સંગઠનોએ આ ચુકાદા સામે પ્રદર્શન શરૂ કર્યા હતાં. શીખોએ દિલ્હીમાં પહેલીવાર મેટ્રોનો ટ્રાફિક રોક્યો હતો. આ ચુકાદા વિરુદ્ધ સીબીઆઈએ દિલ્હી  હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 27 ઓક્ટોબર 2018ના રોજ દિલ્હી હાઈકોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 

10/10
image

10. 17 ડિસેમ્બર 2018ના રોજ દિલ્હી  હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા સજ્જનકુમારને ઉમરકેદની સજા સંભળાવી. આ ઉપરાંત કેપ્ટન ભાગમલ, પૂર્વ પાર્ષદ બલવાન યાદવ, અને  ગિરધારી લાલને પણ ઉમરકેદની સજા સંભળાવવામાં આવી. હાઈકોર્ટે કહ્યું કે સજ્જનકુમારનું મોત થાય  ત્યાં સુધી તેમને જેલમાં રાખવામાં આવે.