Red Flag in Relationship: જીંદગી આખી સિંગલ રહી લેવું પણ આવા નેચરના છોકરાને ન કરવા ડેટ, રડવાનો જ આવે વારો
Red Flag in Relationship: સંબંધોની શરૂઆતથી જ પાર્ટનરના રેડ ફ્લેગ જોવા મળતા હોય છે પરંતુ રિલેશનશિપની એક્સાઈટમેંટમાં આ રેડ ફ્લેગને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ખાસ કરીને યુવતીઓ પ્રેમમાં પાર્ટનરમાં જોવા મળતા રેડ ફ્લેગ ને અવોઇડ કરે છે. જેના કારણે તેમને ભવિષ્યમાં તેણીને રડવાનો વારો આવે છે.
Trending Photos
Red Flag in Relationship: જીવનભર એકબીજાની સાથે રહેવાનો નિર્ણય કરતા પહેલા યુવક અને યુવતી એકબીજાને ડેટ કરે છે. જોકે ઘણા કપલ લેવા હોય છે જે ડેટિંગ પછી સાથે લાંબો સમય રહી શકતા નથી. જેનું મુખ્ય કારણ હોય છે કે સંબંધો માટે ખોટી વ્યક્તિની પસંદગી કરવામાં આવી હોય. સંબંધોની શરૂઆતથી જ પાર્ટનરના રેડ ફ્લેગ જોવા મળતા હોય છે પરંતુ રિલેશનશિપની એક્સાઈટમેંટમાં આ રેડ ફ્લેગને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ખાસ કરીને યુવતીઓ પ્રેમમાં પાર્ટનરમાં જોવા મળતા રેડ ફ્લેગ ને અવોઇડ કરે છે. જેના કારણે તેમને ભવિષ્યમાં તેણીને રડવાનો વારો આવે છે.
ખાસ તો જો યુવતી રિલેશનશિપ માટે સાચા વ્યક્તિને પસંદ કરવા માંગે અને જીવનભરનો સાથ ઇચ્છતી હોય તો તેણે આવા નેચરના છોકરાને ડેટિંગ માટે પણ પસંદ કરવો નહીં. યુવકોનો આવો નેચર રેડ ફ્લેગ હોય છે. આવા નેચરના છોકરાને ડેટ કરવા કરતાં આખી જિંદગી સિંગલ રહેવું સારું.
રિલેશનશીપના રેડ ફ્લેગ
જે ફક્ત વાતોમાં દેખાડે એફર્ટ
કેટલાક લોકો એવા હોય છે જેની વાતો સાંભળીને તો એવું લાગે કે દુનિયામાં એનાથી વધારે પ્રેમ તમને કોઈ ન કરે. પરંતુ આવા લોકો ફક્ત વાતો કરવામાં જ પ્રેમ વ્યક્ત કરે છે. જ્યારે ખરેખર પ્રેમ નિભાવવાની વાત આવે ત્યારે તેઓ પાછળ હટી જાય છે.
જે પોતાના પાસ્ટમાં અટકેલા હોય
ઘણા લોકો એવા હોય છે જે નવા રિલેશનશિપમાં આવ્યા પછી પણ પોતાના પાસ્ટમાં અટકેલા રહે. પોતાના એક્સ સાથે જે રિલેશન રાખે તેના કારણે લડાઈ ઝઘડા પણ થતા હોય છે. તેથી જે વ્યક્તિ પોતાના પાસ્ટમાંથી બહાર ન આવે તેની સાથે ડેટિંગ પણ કરવું નહીં તેનાથી તમારી ફીલિંગ હર્ટ થશે.
ગો વિથ ફ્લો
જે લોકોનો સ્વભાવ એવો હોય કે જે થશે તે જોયું જશે એટલે કે ગો વિથ ધ ફ્લો. તેમનાથી પણ દૂર રહેવું જ સારું. કારણ કે આવા લોકોને આજે તમારા માટે ફીલિંગ્સ છે કાલે ન પણ હોય. આવા લોકો ભવિષ્યના કમિટમેન્ટ કરવાથી પણ બચે છે. આવા વ્યક્તિ સાથે રિલેશનશિપ રાખવાથી પસ્તાવા સિવાય કાંઈ નથી મળતું.
રિસ્પેક્ટ ન કરનાર
રિલેશનશિપ ત્યારે જ ટકે છે જ્યારે પાર્ટનર એકબીજાની રિસ્પેક્ટ રાખે. તમારા પાર્ટનરનું વર્તન તમારા માટે કેવું છે તે સૌથી વધુ જરૂરી છે. જો તમારો પાર્ટનર તમારી રિસ્પેક્ટ ન કરે અને ખાસ કરીને અન્ય લોકોની સામે પણ તમને ડિસ રિસ્પેક્ટ કરે તો આવા વ્યક્તિથી દૂર રહેવું.
પોતાનું જ મહત્વ
કોન્ફિડન્સ સારી વાત છે પરંતુ કેટલાક લોકોમાં ઓવર કોન્ફિડન્સ હોય છે જે ઇગો બની જાય છે. આવા લોકો માટે અન્ય કોઈપણ વસ્તુ કે વ્યક્તિ મહત્વના રહેતા નથી તેમના માટે બસ પોતાનું જ મહત્વ વધારે હોય છે. રિલેશનશિપની પણ તેઓ વેલ્યુ કરતા નથી. જો આવા વ્યક્તિ સાથે તમે જીવન પસાર કરશો તો પસ્તાવો કરવો પડશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે