August 2023: ઓગસ્ટ મહિનામાં થશે 3 ગ્રહોનું ગોચર, જાણો કઈ કઈ રાશિઓને થશે સૂર્ય, મંગળ અને શુક્રના ગોચરથી લાભ
August Grah Gochar: ઓગસ્ટમાં પણ કેટલીક રાશિના લોકોના જીવનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. કારણ કે ઓગસ્ટ મહિનામાં કેટલાક મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળશે. ઓગસ્ટમાં સૂર્ય, શુક્ર અને મંગળ તેમની રાશિ બદલશે જેની શુભ અસર કેટલીક રાશિના લોકોના જીવન પર જોવા મળશે.
Trending Photos
August Grah Gochar: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો ચોક્કસ સમયે રાશિ બદલતા હોય છે. દરેક ગ્રહનું પોતાનું મહત્વ હોય છે. આગામી ઓગસ્ટ મહિનામાં કેટલાક મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળશે. ઓગસ્ટમાં સૂર્ય, શુક્ર અને મંગળ તેમની રાશિ બદલશે જેની શુભ અને અશુભ અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની શુભ અને અશુભ અસરો તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. ઓગસ્ટમાં પણ કેટલીક રાશિના લોકોના જીવનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. તો ચાલો તમને જણાવીએ કે ઓગસ્ટમાં ગ્રહોના રાશિ પરિવર્તનની અસર કઈ રાશિ પર કેવી રીતે થશે.
આ પણ વાંચો:
ઓગસ્ટમાં સૂર્યનું રાશિ પરિવર્તન
સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્યને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે 30 દિવસનો સમય લાગે છે. સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે. 17 ઓગસ્ટ 2023 ના રોજ સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે કેટલીક રાશિના લોકોને લાભ થશે. સૂર્યના રાશિ પરિવર્તનથી મેષ, સિંહ વગેરે રાશિના જાતકોને લાભ થશે.
ઓગસ્ટમાં શુક્રનું રાશિ પરિવર્તન
શુક્ર ગ્રહને સંપત્તિ, વૈભવ, સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર શુભ હોય છે ત્યારે વ્યક્તિને તમામ પ્રકારના ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. શુક્ર ગ્રહ 7 ઓગસ્ટના રોજ સવારે 10.37 વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના રાશિ પરિવર્તનથી કન્યા, તુલા અને વૃષભ રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થશે.
ઓગસ્ટમાં મંગળનું રાશિ પરિવર્તન
ગ્રહોના સેનાપતિ એવા મંગળ ગ્રહનું પણ રાશિ પરિવર્તન ઓગસ્ટમાં થશે. 17 ઓગસ્ટે મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન મેષ અને કન્યા રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે