Chaitra Navratri 2023: ક્યારથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત, તમામ વિગતો
Chaitra Navratri 2023 Date: હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે ચૈત્ર નવરાત્રીથી જ હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે. સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું ખાસ મહત્વ છે. આવામાં જાણીએ આ વખતે ચૈત્રી નવરાત્રીની તિથિ, ઘટસ્થાપના મુહૂર્ત, પૂજા વિધિ, વ્રતનું મહત્વ વગેરે જાણકારીઓ...
Trending Photos
Chaitra Navratri 2023 Date: હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે ચૈત્ર નવરાત્રીથી જ હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે. સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું ખાસ મહત્વ છે. નવરાત્રીમાં ભક્તો ઘટસ્થાપના કરીને નવ દિવસ સુધી વ્રતનો સંકલ્પ લે છે. નવ દિવસ સુધી ભક્તો માતા દુર્ગાની ભક્તિમાં લીન રહે છે. આવામાં જાણીએ આ વખતે ચૈત્રી નવરાત્રીની તિથિ, ઘટસ્થાપના મુહૂર્ત, પૂજા વિધિ, વ્રતનું મહત્વ વગેરે જાણકારીઓ...
ચૈત્ર નવરાત્રીની શરૂઆત
હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રની શરૂઆત થાય છે. આ વખતે ચૈત્રી નવરાત્રી 22મી માર્ચ બુધવારથી શરૂ થાય છે. જો કે તેની શરૂઆત 21મી માર્ચની રાતે 10.52 વાગ્યાથી થઈ જશે જે 22 માર્ચ રાતે 8.20 મિનિટ પર સમાપ્ત થશે. ઉદય તિથિ મુજબ ચૈત્રી નવરાત્રીની શરૂઆત 22 માર્ચથી છે.
ચૈત્રી નવરાત્રિની તિથિઓ અને માતાના સ્વરૂપના નામ
22 માર્ચ બુધવાર- ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ ઘટસ્થાપન
23 માર્ચ ગુરુવાર- ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ, દ્વિતિયા તિથિ, માતા બ્રહ્મચારિણીની પૂજા
24 માર્ચ શુક્રવાર- ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ તૃતિયા તિથિ, માતા ચંદ્રઘંટાની પૂજા
25 માર્ચ શનિવાર- ચૈત્ર નવરાત્રીનો ચોથો દિવસ, ચતુર્થિ તિથિ, માતા કુષ્માંડાની પૂજા
26 માર્ચ રવિવાર- ચૈત્ર નવરાત્રીનો પાંચમો દિવસ- પાંચમી તિથિ, માતા સ્કંદમાતાની પૂજા
27 માર્ચ સોમવાર- ચૈત્ર નવરાત્રીનો છઠ્ઠો દિવસ- ષષ્ઠી તિથિ, માતા કાત્યાયનીની પૂજા
28 માર્ચ મંગળવાર- ચૈત્ર નવરાત્રિનો સાતમો દિવસ- સાતમી તિથિ, માતા કાલરાત્રીની પૂજા
29 માર્ચ બુધવાર- ચૈત્ર નવરાત્રીનો આઠમો દિવસ- અષ્ટમી, માતા મહાગૌરી પૂજા, દુર્ગાષ્ટમી, મહાષ્ટમી
30 માર્ચ ગુરુવાર- નવમી તિથિ, માતા સિદ્ધિદાત્રીની પૂજા, દુર્ગા મહાનવમી
ઘટસ્થાપનનું મુહૂર્ત
ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત 22 માર્ચની સવારે 6.29 વાગ્યાથી સવારે 7.39 વાગ્યા સુધી રહેશે. એટલે કે ભક્તો પાસે ઘટસ્થાપના માટે 1 કલાક 10 મિનિટનો સમય રહેશે. જ્યારે ઘટસ્થાપનનો અમૃતકાળ સવારે 11.07 વાગ્યાથી 12.35 વાગ્યા સુધી રહેશે.
આ રીતે કરો કળશ સ્થાપના
ઘટસ્થાપન માટે માટીમાં સાત પ્રકારના અનાજ વાવવામાં આવે છે. તેની ઉપર કળશની સ્થાપના કરો. કળશમાં જળ ભરો. તેમાં ગંગાજળ પણ ભેળવો. કળશ પર નાડાછડી બાંધો. કળશના મુખ પર કેરી કે આસોપાલવના પત્તા રાખો. ત્યારબાદ જટા નારિયેળને નાડાછડી બાંધો. લાલ કપડામાં નારિયેળને લપેટીને કળશ પર રાખો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે