Dhan Labh Upay: દુર થશે ધન સંબંધિત દરેક સમસ્યા, એકવાર અજમાવો આ અચૂક ટોટકા
Dhan Labh Upay: અનેક પ્રયત્ન છતાં કેટલાક લોકોના હાથ ખાલી રહી જાય છે. આવા લોકો હંમેશા આર્થિક તંગીનો શિકાર રહે છે. આવી સમસ્યાથી પીડાતા લોકો માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં આવેલી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
Trending Photos
Dhan Labh Upay: આજના સમયમાં પરિવાર સાથે સુખ શાંતિથી જીવન જીવવું હોય તો ધનની જરૂર પડે છે. ધન કમાવા માટે લોકો દિવસ રાત મહેનત કરે છે. પરંતુ અનેક પ્રયત્ન છતાં કેટલાક લોકોના હાથ ખાલી રહી જાય છે. આવા લોકો હંમેશા આર્થિક તંગીનો શિકાર રહે છે. આવી સમસ્યાથી પીડાતા લોકો માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં આવેલી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આજે તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરતા આવા જ ધન પ્રાપ્તિના કેટલાક ટોટકા વિશે જણાવીએ જેને કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
આ પણ વાંચો:
ધન પ્રાપ્તિના અચૂક ઉપાય
હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી કહેવાયા છે. તેમના આશીર્વાદ હોય તો જ વ્યક્તિને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં તેમને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરીને લાલ ફુલ ચડાવી દૂધથી બનેલી મીઠાઈ નો ભોગ ધરાવો.
જો તને સંબંધિત સમસ્યા તમારું પીછો છોડતી ન હોય તો કાળા મરીનો આ ટોટકો કરી શકાય છે. તેના માટે મરીના પાંચ દાણા લઈ તેને પોતાના માથા પરથી ઉતારો. હવે ચાર દાણા ને ચાર દિશામાં ફેંકો અને પાંચમા દાણા ને આકાશમાં ઉછાળી દો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે
મંગળવારના દિવસે પીપળાના પાન ઉપર રામ નામ લખીને હનુમાનજીના મંદિરમાં રાખી આવો. સાથે જ ગોળ અને ચણાથી બનેલી મીઠાઈ ધરાવવો. આ ઉપાય કરવાથી હનુમાનજી જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરશે અને અચાનક ધન લાભ થશે.
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાથી ધન લાભ થાય છે. દર શુક્રવારે આ પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે