Holika Dahan 2024: હોલિકા દહનની રાખથી કરી લો આ 3 ઉપાય, ઘરમાં ક્યારેય નહીં આવે કોઈ સંકટ
Holika Dahan 2024: જ્યોતિષશાસ્ત્રમાં હોળીના દિવસે કરવાના કેટલાક ટોટકા પણ જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે હોળીકા દહનની રાખથી કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો ઘરમાંથી કલેશ હંમેશા માટે દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. આજે તમને જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આવા ચમત્કારી ટોટકા વિશે જણાવીએ.
Trending Photos
Holika Dahan 2024: દેશભરમાં દર વર્ષે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 25 માર્ચ અને સોમવારે ધુળેટી ઉજવવામાં આવશે અને તેના એક દિવસ પહેલા એટલે કે 24 માર્ચે હોળીકા દહન થશે. હોળીનું ધાર્મિક મહત્વ ખૂબ જ વધારે છે. જ્યોતિષશાસ્ત્રમાં હોળીના દિવસે કરવાના કેટલાક ટોટકા પણ જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે હોળીકા દહનની રાખથી કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો ઘરમાંથી કલેશ હંમેશા માટે દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. આજે તમને જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આવા ચમત્કારી ટોટકા વિશે જણાવીએ.
હોલિકા દહનની રાખના ચમત્કારી ઉપાય
1. જો તમે અમીર બનવા માંગો છો અને બેંક બેલેન્સ વધે તેવી ઈચ્છા ધરાવવો છો તો હોલિકા દહનની રાખથી આ ટોટકો કરો. હોલિકા દહન થઈ જાય પછી તેની રાખને ઘરે લઈ આવો અને બીજા દિવસે સવારે આખા ઘરમાં તેને છાંટી દો. આમ કરવાથી ઘરના વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને ઘરમાં ધનની આવક વધશે.
2. ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે અને તેની તબિયત ઠીક થવાનું નામ નથી લેતી તો હોળીકા દહન પર આ ઉપાય કરવાથી બીમારીથી છુટકારો મળી શકે છે. હોલિકા દહનની રાત્રે પાનમાં પતાશા અને બે લવિંગ રાખીને હોળીમાં અર્પણ કરી દો. જો બીમાર વ્યક્તિ આ કામ કરી શકે તો વધારે સારું. આમ કરવાથી બીમારી તે વ્યક્તિનું શરીર છોડીને જતી રહેશે.
3. માનવામાં આવે છે કે હોલિકા દહનની રાખનો આ ઉપાય અચૂક છે. તેના માટે એક તાંબાના સિક્કામાં સાત કાણા કરવા અને તેને હોલિકા દહનની રાખ સાથે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવો. કહેવાય છે કે જ્યાં સુધી આ પોટલી તમારી તિજોરીમાં રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં ધન સંપત્તિ વધતી રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે