પિતૃદોષના કારણે અટકતા હોય કામ તો 14 એપ્રિલે કરો આ વસ્તુઓનું દાન, સમસ્યાઓથી મળશે મુક્તિ
Mesh Sankranti 2023: મેષ સંક્રાંતિનો આ યોગ 14 એપ્રિલ થી શરૂ થશે અને 15 એપ્રિલ સુધી રહેશે. તેવામાં જે લોકો પિતૃ દોષથી પીડિત છે તેઓ દોષમુક્તિ માટે કેટલાક ઉપાય કરી શકે છે.
Trending Photos
Mesh Sankranti 2023: વૈદિક શાસ્ત્ર અનુસાર વર્ષ દરમિયાન 12 સંક્રાતિ આવે છે જેમાંથી 14 એપ્રિલે મેષ સંક્રાતિ આવશે. આ સંક્રાંતિ ને ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય મીન રાશિમાંથી નીકળી અને મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ સંક્રાંતિનો આ યોગ 14 એપ્રિલ થી શરૂ થશે અને 15 એપ્રિલ સુધી રહેશે. તેવામાં જે લોકો પિતૃ દોષથી પીડિત છે તેઓ દોષમુક્તિ માટે કેટલાક ઉપાય કરી શકે છે. પિતૃદોષથી મુક્ત થવા માટે મેષ સંક્રાંતિના દિવસે પાંચ વસ્તુઓનું દાન કરી શકાય છે.
આ પણ વાંચો:
પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ કામ
શાસ્ત્રો અનુસાર જે લોકો પિતૃદોષથી પીડિત હોય તેમણે મેષ સંક્રાંતિના દિવસે પોતાના પિતૃ માટે તર્પણ કરવું જોઈએ. આ સાથે જ સત્તુ, પંખા, ફળ અને માટીના ઘળામાં જલ ભરીને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવા જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી પિતૃદોષ ધીરે ધીરે ઓછો થવા લાગે છે અને કષ્ટથી મુક્તિ મળે છે.
મેષ સંક્રાંતિના દિવસે દાન કરેલી વસ્તુઓનું ફળ પરિવારને મળે છે. મેષ સંક્રાંતિએ જે દાન કરવામાં આવે છે તેનું ફળ એક મહિના સુધી મળે છે. આજ કારણ છે કે આ દિવસે તીર્થ સ્થળો પર દાન લેનાર અને દેનાર લોકોને ભીડ જોવા મળે છે.
ગંગા સ્નાનનું વિશેષ મહત્વ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ સંક્રાંતિના દિવસે ગંગા નદીમાં ડૂબકી લગાવીને સ્નાન કરવાથી પણ પુણ્ય ફળ મળે છે. ગંગા નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો નજીકમાં આવેલી પવિત્ર નદીના જળમાં પણ સ્નાન કરી શકાય છે આમ કરવાથી સૂર્યદેવની કૃપા પરિવાર ઉપર થાય છે.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે એટલે ખરમાસ પણ સમાપ્ત થઈ જાય છે અને સાથે જ શુભ અને માંગલિક કાર્યો વિધિવત શરૂ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે