હનુમાનજીને અર્પણ કરો આ 5 વસ્તુઓ, બજરંગબલી દુર કરશે સંકટના દિવસો, પુરી કરશે મનની ઈચ્છા

Hanuman Jayanti Upay: આ વર્ષે હનુમાન જયંતીના દિવસે ખાસ સંયોગ રચાયા છે જેમાં સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી પૂજા જલ્દી સ્વીકાર થાય છે. હનુમાનજીની પૂજા કરતી વખતે તેમને પાંચ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે.

હનુમાનજીને અર્પણ કરો આ 5 વસ્તુઓ, બજરંગબલી દુર કરશે સંકટના દિવસો, પુરી કરશે મનની ઈચ્છા

Hanuman Jayanti Upay: ચૈત્ર મહિનાની પૂનમના દિવસે હનુમાનજી નો જન્મ થયો હતો. તેથી આ દિવસે દર વર્ષે દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતીના દિવસે ખાસ સંયોગ રચાયા છે જેમાં સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી પૂજા જલ્દી સ્વીકાર થાય છે. હનુમાનજીની પૂજા કરતી વખતે તેમને પાંચ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. આ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ ભક્તો ઉપર પ્રસન્ન થાય છે અને તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે. 

ગુલાબનું ફૂલ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીની પૂજામાં કોઈ પણ ફૂલ અર્પણ કરી શકાય છે પરંતુ ગુલાબનું ફૂલ હનુમાનજીને પ્રિય છે આ ફૂલ અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. ગુલાબના ફૂલની માળા અર્પણ કરવાથી હનુમાનજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે 

આ પણ વાંચો: 

હરશૃંગારનું અત્તર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીની પૂજામાં અત્તરનો ઉપયોગ કરવો જ જોઈએ. ખાસ કરીને જો તમે હરશૃંગારના ફૂલમાંથી બનેલું અત્તર હનુમાનજીને ચડાવો છો તો હનુમાનજીની કૃપા તમારા ઉપર જળવાઈ રહેશે.

મીઠું પાન

ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજીને પૂજામાં મીઠું પાન પણ ચડાવવામાં આવે છે. આ પાનમાં સોપારી, ચૂનો જેવી વસ્તુઓ હોતી નથી. હનુમાનજીને મીઠું પાન ધરાવી અને પ્રાર્થના કરવાથી જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે.

ગંગાજળ થી અભિષેક

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીની પૂજા કરતી વખતે તેમનો અભિષેક પણ કરવો જોઈએ. તેમનો અભિષેક ગંગાજળ થી કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

ચુરમાના લાડુનો ભોગ

હનુમાનજીની પૂજા કર્યા પછી તેને ભોગ લગાડવાનું હોય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો શુદ્ધ ઘી માંથી બનેલા ચૂરમાના લાડુનો ભોગ ધરાવવો જોઈએ. પરંતુ ચૂરમાના લાડુ સંપૂર્ણ શુદ્ધતા સાથે બનાવેલા હોવા જોઈએ.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news