Vastu Tips: સામાન્ય લાગતો દીવો તમારી કિસ્મત બદલી દેશે, ઘરમાં ચારેતરફથી આવવા લાગશે ધન
Vastu Tips: જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તેને દૂર કરવામાં પણ દીવો મદદ કરી શકે છે. આજે તમને આવા જ કેટલાક સરળ ઉપાયો જણાવીએ જેને અપનાવીને તમે તમારું ભાગ્ય બદલી શકો છો.
Trending Photos
Vastu Tips: હિન્દુ ધર્મમાં દીવો કરવાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેવી દેવતાઓની પૂજામાં દીવો કરવાનું મહત્વ દર્શાવેલું છે. માન્યતા છે કે દીવો પ્રજવલિત કરવાથી જે પ્રકાશ થાય છે તેમાં ઈશ્વરની ઉપસ્થિતિ હોય છે. ઘરમાં દીવો કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જે ઘરમાં સવારે અને સાંજે દીવા થતા હોય ત્યાં સુખ શાંતિ હંમેશા રહે છે.
પૂજા પાઠ સિવાય ધાર્મિક અનુષ્ઠાન અને શુભ કાર્યો પહેલા પણ દીવો કરવો અનિવાર્ય માનવામાં આવે છે. દીવો કરવાથી જીવનના કષ્ટનું નિવારણ પણ થઈ શકે છે. જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તેને દૂર કરવામાં પણ દીવો મદદ કરી શકે છે. આજે તમને આવા જ કેટલાક સરળ ઉપાયો જણાવીએ જેને અપનાવીને તમે તમારું ભાગ્ય બદલી શકો છો.
દીવાના વિશેષ ઉપાય
શનિ, રાહુ અને કેતુ દોષથી મુક્તિનો ઉપાય
જો કુંડળીમાં શનિ રાહુ કે કેતુનો દોષ હોય તો સવારે અને સાંજે અળસીના તેલમાંથી દીવો કરવો. શનિવારના દિવસે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે.
શત્રુ બાધા દૂર કરવા
જો તમારા જીવનમાં અજાણ્યો ભય રહેતો હોય અને શત્રુ પરેશાન કરતા હોય તો સોમવારે અને શનિવારે ભૈરવ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો કરો. તેનાથી ભય અને શત્રુની પરેશાની ખતમ થઈ જશે અને તમારી સુરક્ષા સમસ્યાઓથી થવા લાગશે.
માન સન્માન વૃદ્ધિ માટે
સમાજમાં પ્રતિષ્ઠા અને માન સન્માન વધે તે માટે સૂર્યદેવને જળ અર્પણ કરો અને દેશી ઘી નો દીવો કરી આરતી કરો. આ ઉપાય કરવાથી કાર્યમાં પ્રગતિ મળે છે અને સન્માન વધે છે.
સુખ સમૃદ્ધિ માટે ઉપાય
ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની સામે દેશી ઘી નો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. તેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
ધન સંબંધિત સમસ્યાનો ઉપાય
આર્થિક સમૃદ્ધિ માટે મા લક્ષ્મી સામે સાત વાટનો દીવો કરવો જોઈએ. આ સિવાય બુધવારના દિવસે ભગવાન ગણેશની સામે ત્રણ મુખનો દેશી ઘી નો દીવો કરવો અને તેમને દૂર્વા અર્પણ કરવી. આ કામ કરવાથી ધંધાની ખામી દૂર થાય છે અને આવક વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે