પાકિસ્તાની ખેલાડી રન દોડવાને બદલે ક્રીઝ પર વાતો કરવા લાગ્યો અને રન આઉટ થયો, કારણ શું- જૂઓ વીડિયો
33 વર્ષનો અઝહર અલી પાકિસ્તાનના સૌથી અનુભવી ખેલાડીઓમાંનો એક છે. 67 ટેસ્ટમાં 5,303 રન બનાવી ચૂક્યો છે, જેમાં 14 સદી પણ ફટકારી છે. એક અનુભવી ખેલાડી આટલી મોટી ભુલ કરે તે માન્યામાં આવતું નથી
Trending Photos
અબુ ધાબીઃ પાકિસ્તાનના ક્રિકેટર રમતની સાથે-સાથે પોતાની વિચિત્ર હરકતો અને ભૂલો માટે પણ પ્રખ્યાત છે. આવું જ કંઈ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં જોવા મળ્યું. પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલી શોટ માર્યા બાદરન પુરો કરવાને બદલે તેના સાથી ખેલાડી સાથે ક્રીઝની વચ્ચે ઊભો રહીને આરામથી વાતો કરવા લાગ્યો. આ દરમિયાન તેને ખબર જ પડી નહીં અને ઓસ્ટ્રેલિયાએ તેને રન આઉટ કરી દીધો.
શોટ રમીને પીચ પર ઊભો રહી ગયો અઝહર
ક્રિકેટના મેદાન પર પાક-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે એક વિચિત્ર ઘટના જોવા મળી. ગુરૂવારે લંચ બ્રેકના થોડા સમય પહેલાં પાકિસ્તાનનો સ્કોર 52.2 ઓવરે ત્રણ વિકેટે 160 રન હતો. અઝહર અલીએ પીટર સિડલના બોલ પર પોઈન્ટ અને ગલી વચ્ચેથી કટ શોટ માર્યો. બોલ બાઉન્ડ્રી લાઈન તરફ ગયો અને અઝહર અલી રન લેવા દોડ્યો. પછી અઝહર અલી અચાનક જ પીચની વચ્ચે ઊભો રહીને સાથી ખેલાડી અસદ શફીક સાથે વાતો કરવા લાગ્યો.
Have you ever seen anything like it? Azhar Ali was run out in the strangest of circumstances earlier today! 😲 #PAKvAUS pic.twitter.com/s2WbostY10
— ICC (@ICC) October 18, 2018
સ્ટાર્કના થો પર ટિમ પેને વિકેટ પાડી
અઝહર અલીને કદાચ એમ લાગ્યું હતું કે બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર જતો રહ્યો છે. જોકે, ખરેખર બોલ બાઉન્ડ્રી લાઈનની નજીક જઈને અટકી ગયો હતો. બોલ પાછળ દોડેલા ફિલ્ડર સ્ટાર્કે બોલને બાઉન્ડ્રી લાઈનથી બે ફુટ અગાળથી બોલ ઉઠાવ્યો અને વિકેટકીપર ટિમ પેનને આપ્યો. કેપ્ટન ટિમ પેને ચુપ-ચાપ વિકેટ પાડી દીધી.
ઉજવણી શરૂ થતાં અઝહરને વાસ્તવિક્તા ખબર પડી
અઝહર અલીને તે આઉટ થયો છે એ વાતની ત્યારે ખબર પડી જ્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ તેની ઉજવણી શરૂ કરી દીધી હતી. અઝહર 64 રને આઉટ થયો. આ પહેલાં તેણે ફખર ઝમાં સાથે 91 અને હેરિસ સોહેલ સાથે 48 રનની ભાગીદારી કરી હતી.
Astonishing run out in Abu Dhabi!
Azhar Ali and Asad Shafiq have a chinwag, thinking the ball had gone for four. Tim Paine whips the bails off! #PAKvAUS pic.twitter.com/rbli7cr2pk
— The Cricketer (@TheCricketerMag) October 18, 2018
33 વર્ષનો અઝહર અલી પાકિસ્તાનના સૌથી અનુભવી ખેલાડીઓમાંનો એક છે. 67 ટેસ્ટમાં 5,303 રન બનાવી ચૂક્યો છે, જેમાં 14 સદી પણ ફટકારી છે. એક અનુભવી ખેલાડી આટલી મોટી ભુલ કરે તે માન્યામાં આવતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે