ENG vs PAK: બાબર આઝમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સૌથી ઓછી ઈનિંગમાં ફટકારી 14મી વનડે સદી
ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે વનડેમાં નિષ્ફળ રહેનાર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારતા પોતાના વનડે કરિયરની સૌથી મોટી ઈનિંગ રમી છે. આ સાથે બાબરે પોતાના નામે નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Pak vs Eng: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વનડે કરિયરની 14મી સદી ફટકારી અને એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બાબર આઝમ હવે વનડે ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 14 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. બાબર આઝમે હાશિમ અમલાનો રેકોર્ડ તોડતા આ સિદ્ધિ મેળવી છે.
બાબર આઝમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સૌછી ઓછી ઈનિંગમાં ફટકારી 14મી વનડે સદી
બાબર આઝમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમી છે. તેણે 72 બોલમાં પોતાની અડધી સદી અને 104 બોલમાં સદી પૂરી કરી હતી. તેણે પોતાના કરિયરની 81મી ઈનિંગમાં 14મી વનડે સદી ફટકારી છે. આ સાથે તે સૌથી ઓછી ઈનિંગમાં 14 વનડે સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. બાબરે હાશિમ અમલાનો રેકોર્ડ તોડ્યો છે. અમલાએ 84 ઈનિંગમાં 14 સદી ફટકારી હતી, તો વોર્નરે 98 ઈનિંગમાં આ કમાલ કર્યો હતો. પાકિસ્તાન સામે ત્રીજી વનડે બાબર આઝમ 158 રન બનાવી આઉટ થયો હતો.
આ પણ વાંચોઃ આશાઓ વધુ છે પરંતુ દબાવમાં રહો નહીં, દેશ તમારી સાથે... ઓલિમ્પિક ખેલાડીઓ સાથે પીએમની ચર્ચા
સૌથી ઓછી ઈનિંગમાં 14 વનડે સદી ફટકારનાર બેટ્સમેન
બાબર આઝમ - 81
હાશિમ આમલા - 84
ડેવિડ વોર્નર - 98
વિરાટ કોહલી - 103
ડિ કોક - 104
શિખર ધવન - 105
આરોન ફિંચ- 110
જો રૂટ - 116
એબી ડી વિલિયર્સ - 131
બાબર આઝમે તોડ્યો જેક કાલિસનો રેકોર્ડ
બાબર આઝમે પાકિસ્તાન માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતા અને વનડેમાં આ ક્રમ પર રમતા પોતાના કરિયરની 14મી સદી ફટકારી છે. આ સદી સાથે તેણે જેક કાલિસનો રેકોર્ડ તોડ્યો છે. જેક કાલિસે વનડેમાં ત્રીજા ક્રમે બેટિંગ કરતા 13 સદી ફટકારી હતી અને બાબર તેનાથી આગળ નિકળી ગયો છે. વનડેમાં ત્રણ નંબર પર બેટિંગ કરતા સૌથી વધુ સદી વિરાટ કોહલી (36 સદી) ના નામે છે 29 સદી સાથે રિકી પોન્ટિંગ બીજા સ્થાને છે. કુમાર સાંગાકારા 18 સદી સાથે ત્રીજા સ્થાને છે તો હવે 14 સદી સાથે બાબર ચોથા સ્થાને પહોંચી ગયો છે.
વનડેમાં ત્રીજા ક્રમે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
36 સદી - વિરાટ કોહલી
29 સદી - રિકી પોન્ટિંગ
18 સદી - કુમાર સંગાકારા
14 સદી - બાબર આઝમ
13 સદી - જેક કાલિસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે