બેડમિન્ટન રેન્કિંગઃ સિંધુ પાંચમાં ક્રમે, પ્રથમ સ્થાને પહોંચી યામાગુચી
ભારતની ટોપ શટલર પીવી સિંધુએ બેડમિન્ટન રેન્કિંગમાં 5મા સ્થાન પર પોતાની પકડ જાળવી રાખી છે, જ્યારે તેની સાથી ખેલાડી સાઇના નેહવાલ 8મા નંબર પર છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતની ટોચની મહિલા ખેલાડી પીવી સિંધુ બેડમિન્ટ વર્લ્ડ ફેડરેશન (BWF) દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ રેન્કિંગમાં સિંગલ વર્ગમાં 5મા સ્થાને યથાવત છે. સિંધુની સાથી ખેલાડી સાયના નેહવાલ આઠમાં સ્થાન પર છે. નેહવાલ ઈજામાથી ફિટ થઈ ગઈ છે અને તે થાઈલેન્ડ ઓપનમાં રમશે. તે ઈજાને કારણે ઈન્ડોનેશિયા અને જાપાન ઓપનમાં બહાર રહી હતી.
સિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ હાલમાં બે ટૂર્નામેન્ટોમાં જાપાનની અકાને યામાગુચી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સિંધુએ ઈન્ડોનેશિયા ઓપનની ફાઇનલ અને જાપાન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં યામાગુચી વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુએ થાઈલેન્ડ ઓપનમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે.
આ વચ્ચે, યામાગુચી ચીની તાઇપેની તાઈ ઝૂ યિંગને હટાવીને રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. તાઈ બીજા સ્થાને, જ્યારે જાપાનની નોજોમી ઓકુહારા ત્રીજા સ્થાને યથાવત છે. ચીનની ચેન યૂફેઈ ચોથા સ્થાન પર છે. પુરૂષ સિંગલ્સમાં જાપાનનો કેંટો મોમોટા નંબર-1 ખેલાડી છે. કિદાંબી શ્રીકાંત 10મા અને સમીર વર્મા 13મા ક્રમે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે