કઈ રીતે વિશ્વકપ જીતવો, ઓબામાએ મેસીને આપી સલાહ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફીફા વર્લ્ડ કપ ટાઇટલ જીતવા માટે આર્જેન્ટીનાના મહાન ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસીને સલાહ આપી છે. ઓબામાએ કહ્યું કે, આર્જેન્ટીનાના 11 ખેલાડી વિશ્વકપ તે માટે ન જીતી શક્યા કારણ કે તે એક ટીમના રૂપમાં રમ્યા નથી.
Trending Photos
કોલંબિયાઃ આર્જેન્ટીનાના મહાન ફુટબોલ ખેલાડી લિયોનેલ મેસીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફીફા વિશ્વકપ ટાઇટલ જીતવા માટે સલાહ આપી છે. પાછલી સિઝનમાં આર્જેન્ટીનાની ટીમ વિશ્વકપ જીતવામાં નિષ્ફળ રહી હતી. તેણે નોકઆઉટ સ્ટેજમાં ચેમ્પિયન્સ ફ્રાન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રાઝીલમાં 2014માં રમાયેલા વિશ્વકપ ફાઇનલમાં મેસીની ટીમને જર્મનીએ પરાજય આપ્યો હતો.
ઓબામાએ કહ્યું કે, આર્જેન્ટીનાના 11 ખેલાડી વિશ્વકપ તે માટે નથી જીતી શક્યા કારણ કે તે એક ટીમની જેમ રમતા નથી. 'ગોલ ડોટ કોમ'એ ઓબામાના હવાલાથી જણાવ્યું, 'જે લોકોને આપણે બુદ્ધિમાન માનીએ છીએ તે પણ પોતાની સ્ટાઇલને વિકસિત કરવા માટે અન્ય લોકોની સાથે મળીને કામ કરે છે.'
ઓબામાએ કહ્યું, 'આર્જેન્ટીનામાં મેસી શાનદાર છે, પરંતુ વિશ્વકપ જીતવામાં ટીમને પરેશાની છે. યુવા ખેલાડીઓને મારૂ સૂચન હશે કે ખુબ ઓછા લોકો પોતાની તાકાતથી ખુબ મોટી સિદ્ધિઓ હાસિલ કરી શકે છે.' આર્જેન્ટીનાની ટીમ આગામી મહિને બ્રાઝીલમાં રમાનારા કોપા અમેરિકામાં ભાગ લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે