IPL-2023 ની પ્લેઓફ મેચોની તારીખ-સ્થળની થઈ જાહેરાત, આ શહેરોમાં રમાશે, જાણો ગુજરાતનું કયું શહેર?

IPL 2023: આઈપીએલ 2023ની શરૂઆત 31 માર્ચથી થઈ હતી અને તેનો છેલ્લો એટલે કે ફાઈનલ મુકાબલો 28મી મેના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ બધા વચ્ચે બીસીસીઆઈએ પ્લેઓફ મેચોના કાર્યક્રમ અંગે પણ જાહેરાત કરી છે. 
 

IPL-2023 ની પ્લેઓફ મેચોની તારીખ-સ્થળની થઈ જાહેરાત, આ શહેરોમાં રમાશે, જાણો ગુજરાતનું કયું શહેર?

IPL 2023 Playoffs: આઈપીએલ 2023ની શરૂઆત 31 માર્ચથી થઈ હતી અને તેનો છેલ્લો એટલે કે ફાઈનલ મુકાબલો 28મી મેના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અત્યાર સુધીમાં આઈપીએલની 28 જેટલી મેચો રમાઈ ચૂકી છે અને દરેક મુકાબલો એકથી એક ચડિયાતો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે બીસીસીઆઈએ પ્લેઓફ મેચોનું શિડ્યૂલ પણ જાહેર કરી દીધુ છે. 

BCCI એ જાહેર કર્યું પ્લેઓફ શિડ્યુલ
ભારતીય  ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના પ્લેઓફ અને ફાઈનલ મુકાબલાના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. પ્લેઓફ અને ફાઈનલ 23મી મેથી 28મી મે 2023 સુધી ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. પહેલી ક્વોલિફાયર મેચ 23મી મેના રોજ એમએ  ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે અને ત્યારબાદ એલિમિનેટર 24મી મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર મેચ 26મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને 28મી મેના રોજ આ જ મેદાનમાં આઈપીએલ 2023ની ફાઈનલ મેચ પણ રમાશે. 

BCCI Announces Schedule and Venue Details For #TATAIPL 2023 Playoffs And Final.

— IndianPremierLeague (@IPL) April 21, 2023

આઈપીએલ 2023માં છેલ્લી માહિતી મુજબ 28 મેચો રમાઈ ચૂકી છે. આ મેચોમાં અત્યાર સુધીમાં પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર 8 અંક સાથે રાજસ્થાન રોયલ્સ છે જ્યારે સૌથી નીચે 2 અંકસાથે દિલ્હી કેપિટલ્સ છે. આ ઉપરાંત બીજા નંબર પર 8 અંકસાથે લખનઉ સુપર જાયન્ટ્સ છે, ત્રીજા નંબરે 6 અંક સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ, ચોથા નંબરે ગુજરાત જાયન્ટ્સ, પાંચમા નંબર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, છઠ્ઠા નંબરે મુંબઈ ઈન્ડિયન્સ, સાતમા નંબરે પંજાબ કિંગ્સ તથા આઠમા નંબરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને નવમા નંબરે સનરાઈઝર હૈદરાબાદ છે. 

No description available.

(સ્ત્રોત- IPL MEDIA ADVISORY)

અમદાવાદમાં મહામુકાબલો
આઈપીએલ 2022ની ફાઈનલની જેમ જ આ સીઝનની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે. અત્રે જણાવવાનું કે આ સ્ટેડિયમમાં એક લાખથી પણ વધુ દર્શકોના બેસવાની ક્ષમતા છે. ગત સીઝનની ફાઈનલમાં ઘરેલુ ટીમ ગુજરાત જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. આઈપીએલ 2023નો શરૂઆતનો મુકાબલો પણ આ મેદાન પર જ રમાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news