રોહિત શર્માને મળી શકે છે ખેલ રત્ન, અર્જુન એવોર્ડ માટે ધવન-ઇશાંત અને દીપ્તિ નોમિનેટ
વનડે વિશ્વકપ-2019માં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્માની બીસીસીઆઈએ ખેલ રત્ન પુરસ્કાર આપવા માટે ભલામણ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પાછલા વર્ષે વર્લ્ડ કપ (World Cup 2019)માં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્મા (Rohit Sharma)ની બીસીસીઆઈએ 'ખેલ રત્ન' (khel ratna) પુરસ્કાર માટે ભલામણ કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે શનિવારે આ જાણકારી આપી હતી.
રોહિતના ઓપનિંગ ભાગીદાર શિખર ધવનનું નામ એકવાર ફરી અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. ભારતીય ટીમના સૌથી સીનિયર ફાસ્ટ બોલર ઈશાંત શર્માના નામની પણ ભલામણ અર્જુન એવોર્ડ માટે કરવામાં આવી છે.
શિખર ધવન 2018માં અર્જુન એવોર્ડથી ચુકી ગયો હતો. મહિલા વર્ગમાં ઓલરાઉન્ડર દીપ્તિ શર્માનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે, જે છેલ્લા ત્રણ વર્ષથી વનડે અને ટી20માં શાનદાર પ્રદર્શન કરી રહી છે.
33 વર્ષના રોહિત શર્માએ 2019ના 50 ઓવરોના વિશ્વકપમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. હિટમેનના નામથી જાણીતા રોહિતે વિશ્વકપમાં પાંચ સદી ફટકારી હતી. તે વિશ્વકપમાં 81.00ની શાનદાર એવરેજથી 648 રન બનાવી ટોપ પર રહ્યો હતો.
આ સિવાય 2019માં રોહિત શર્માએ પાંચ ટેસ્ટ મેચોમાં 92.66ની એવરેજથી 556 રન બનાવ્યા હતા. સાથે વનડે ક્રિકેટમાં તેણે 2019માં 57.30ની એવરેજથી 1657 રન ફટકાર્યા હતા.
અમેરિકામાં કોરોનાની અસરઃ 124 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર આ મેરાથોન રદ્દ
ખેલ રત્ન હાસિલ કરનાર પ્રથમ ક્રિકેટર સચિન તેંડુલકર હતો, જેને 1997-1998માં આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 2007માં એમએસ ધોની અને 2018માં વિરાટ કોહલીએ ખેલ રત્ન મેળવ્યો હતો. રોહિત આ સન્માન મેળવનાર ચોથો ક્રિકેટર બની શકે છે.
રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના વ્હાઇટ બોલ ફોર્મેટમાં તોફાની બેટિંગ માટે જાણીતો છે. તેને વનડે ક્રિકેટર ઓફ ધ યર (2019 ODI Cricketer of the Year) માટે પસંદ કરવામાં આવ્યો હતો. તે આઈસીસી ક્રિકેટ વિશ્વકપની એક સિઝનમાં પાંચ વનડે સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. રોહિત ટી20 આંતરરાષ્ટ્રીયમાં 4 સદી ફટકારનાર પણ પ્રથમ બેટ્સમેન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે